ગુજરાત વિધાનસભામાં ‘અશાંત ધારા’ સુધારા વિધેયક પર ચર્ચા દરમિયાન અનેક ધારાસભ્યો દ્વારા શહેરોમાં વધી રહેલા દબાણ અને વસતિના સંતુલન અંગે ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા. અમિત ઠાકરેએ ખાસ કરીને અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં સરકારી જમીન પર વધતા દબાણનો મુદ્દો ઉઠાવ્યો.
જુહાપુરામાં 2.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર દબાણનો આક્ષેપ
ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું કે હાલ જુહાપુરામાં અંદાજે 2.50 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ છે, જે રાજકોટના જંગલેશ્વર વિસ્તાર જેટલું છે. તેમણે માંગ કરી કે અન્ય વિસ્તારોમાં જેમ નિયમ પ્રમાણે દબાણો હટાવવામાં આવે છે, તેવી જ રીતે અહીં પણ કડક કાર્યવાહી કરવી જોઈએ.
તેમણે ચેતવણી આપી કે જો ‘અશાંત ધારા’નો કડક અમલ નહીં થાય તો આગામી સમયમાં વિસ્તારની ડેમોગ્રાફી પર અસર પડી શકે છે.
શહેરના વિસ્તારોમાં વસતિના બદલાતા ટ્રેન્ડ અંગે ચિંતા
અમિત ઠાકરે વધુમાં જણાવ્યું કે સોનલ ટોકીઝથી ડીએવી સ્કૂલ સુધીનો રોડ એક સમય બે વિસ્તારો વચ્ચેની રેખા માનવામાં આવતો હતો, પરંતુ હવે વેજલપુર તરફ મોટા પાયે નવી બિલ્ડિંગ ડેવલપમેન્ટ થઈ રહી છે. તેમના મતે, જો આ પ્રવાહ ચાલુ રહ્યો તો આગામી 10 વર્ષમાં જુહાપુરા વિસ્તાર વધુ વિસ્તરી શકે છે.
અન્ય ધારાસભ્યો દ્વારા પણ ઉઠાવાયા મુદ્દાઓ
અમિત શાહ (ઘારાસભ્ય, એલિસબ્રિજ)એ ચર્ચા દરમિયાન જણાવ્યું કે જમાલપુરમાં એક સમયે હિન્દુઓ રહેતા હતા, તે જગ્યા પર લઘુમતી સમાજના લોકો રહેવા આવી ગયા છે. ટોકરશાની પોળ માંથી 350 વર્ષ જૂના દેરાસરને શિફ્ટ કરી પ્રેરણાતીર્થ દેરાસરમાં મૂર્તિ પ્રસ્થાપિત કરાઈ છે. દાણી લીમડાની સોસાયટીઓમાં હવે સમખાવા પૂરતા હિન્દુ છે. થોડા સમય પહેલાં કોચરબની નૂતન સોસાયટીના 11માંથી 9 બંગલો મુસ્લિમે ખરીદી લીધા હતા.
મરાન ખેડાવાલા (ઘારાસભ્ય, જમાલપુર- ખાડિયા) એ ચર્ચા દરમિયાન જણાવ્યું કે અમુક સંકુચિત માનસિકતા વાળા, ભાગલાવાદી, વિચારસરણી ધરાવતા લોકો એવું વિચારે છે કે લઘુમતીના લોકો બહુમતી નાંમકાનો ખરીદે છે, તેનાથી લઘુમતી કોમના લોકોની વસતી વધી જશે. ખરેખર કોમી તોફાનો બંધ થઈ ગયાં હોય અને બંને કોમ વચ્ચે કોમી એખલાસનું વાતાવરણ ઊભુંથયું હોથ તો સરકારે નવા અશાંત વિસ્તારો કેમ જાહેર કરવા પડે છે?
કૌશિક જૈન (ઘાસાસભ્ય, ઇરિયાપુર) એ ચર્ચા દરમિયાન જણાવ્યું કે ટ્રસ્ટની મિલક્તમાં ટ્રસ્ટી તરીકે એક સમાજની વ્યક્તિ હોય છે. આ પછી બીજા સમાજના ટ્રસ્ટીઓ ઘૂસી જાય છે. આવી રીતે એકજ સમાજ ટ્રસ્ટને હસ્તગત કરી લે છે. તેમાંય અશાંત ધારો લાગુ કરવો છે. એ રીતે ભાગીદારી પેઢીમાં પણ તરકીબ કરાય છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel