બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસાની ઘટનાઓ થમવાનું નામ નથી લઈ રહી અને વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શરિયતપુર વિસ્તારમાં ખોકન ચંદ્ર નામના હિન્દુ યુવકને નફરતથી પ્રેરિત ટોળાએ ઘેરી લઈને જીવથી મારવાનો પ્રયાસ કર્યો હતો. મળતી માહિતી મુજબ, ખોકન ચંદ્ર બુધવારે મોડી સાંજે ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે અચાનક કેટલાક લોકોના ટોળાએ તેને અટકાવ્યો. પહેલા તેને લાતો-મુક્કાઓ અને લાકડીઓથી નિર્દયતાથી માર મારવામાં આવ્યો, બાદમાં છરીથી હુમલો કરવામાં આવ્યો. એટલું જ નહીં, ટોળાએ પેટ્રોલ છાંટી તેને જીવતો સળગાવી દેવાનો પ્રયાસ કર્યો, જે ઘટનાની ક્રૂરતા દર્શાવે છે.
છેલ્લી ઘડીએ ખોકન ચંદ્રે હિંમત દાખવી અને નજીક આવેલા તળાવમાં કૂદી જઈને પોતાનો જીવ બચાવ્યો. ગંભીર રીતે ઘાયલ ખોકન ચંદ્ર હાલ સારવાર હેઠળ હોવાનું કહેવાય છે. આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર થતો અત્યાચાર કેટલી ખતરનાક સપાટીએ પહોંચી ગયો છે અને ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
Another brutal attempt to burn a Hindu youth alive
In Shariatpur, Khokan Chandra, a Hindu youth, was first stabbed in the lower abdomen and then doused with petrol and set on fire. He survived only because he managed to jump into a nearby pond, extinguishing the flames and… pic.twitter.com/gerTabIbdl
— Colonel Mayank Chaubey (@col_chaubey) January 1, 2026
ખાસ ચિંતાની વાત એ છે કે છેલ્લા બે અઠવાડિયામાં આવી ત્રીજી ઘટના સામે આવી છે. આ અગાઉ 18 ડિસેમ્બર 2025ના રોજ દીપુ ચંદ્ર દાસની ટોળાએ હત્યા કરી હતી અને તેના મૃતદેહને વૃક્ષ સાથે બાંધી સળગાવી દેવાયો હતો, જેમાં તેના પર ઈશનિંદાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ 25 ડિસેમ્બર 2025ના રોજ અમૃત મંડલની ટોળાએ ઢોર માર મારીને હત્યા કરી હતી. 29 ડિસેમ્બર 2025ના રોજ બજેન્દ્ર બિસ્વાસ નામના યુવકની તેના જ સાથી દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ તમામ ઘટનાઓ એક જ પેટર્ન તરફ ઈશારો કરે છે, જેમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ ચાલી રહેલી બાંગ્લાદેશની વચગાળાની સરકારના કાર્યકાળ દરમિયાન લઘુમતીઓ પર હિંસાની ઘટનાઓમાં વધારો થયો હોવાનો આરોપ લાગી રહ્યો છે. આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે અને માનવાધિકાર સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં ભારત સરકારે પણ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર સતત થઈ રહેલી હિંસાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તે પોતાના પાડોશી દેશમાં બની રહેલી ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel