રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની સ્થાપના 1925 માં વિજયાદશમી ના દિને થઈ હતી અને હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેની 100 વર્ષ ની સફર તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સમગ્ર દેશ સહિત તાપી જિલ્લામાં પણ તેની સંઘ શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે તાપી જિલ્લાના તમામ તાલુકામાં RSS દ્વારા પથ સંચાલન યોજાઈ રહ્યું છે. ત્યારે વ્યારા નગરના સયાજી મેદાન ખાતે થી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનુ પથ સંચાલન નગરના મુખ્ય માર્ગો પર નીકળતા નગરમાં પથ સંચાલન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ત્યારબાદ સંઘ દ્વારા સયાજી મેદાન ખાતે એક સાર્વજનિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નગરના સંઘના મોટી સંખ્યામાં સ્વયંસેવકો સહિત નગરનાં પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel