સર્વને સાથે લઈને સર્વવ્યાપી, સર્વસ્પર્શી સંઘકાર્ય થયું છે.
– ડો સુનીલભાઈ બોરીસા
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ અંતર્ગત નારણપુરા નગરનો શ્રી વિજયાદશમી ઉત્સવ આજરોજ પ્રસિદ્ધ સ્થપતિ પદ્મ શ્રી ચંદ્રકાંતભાઈ સોમપુરાની ઉપસ્થિતિમાં યોજાઇ ગયો.
આ અવસરે મુખ્ય વક્તા ડો સુનીલભાઈ બોરીસાએ (સહકાર્યવાહ, રા.સ્વ.સંઘ, ગુજરાત પ્રાંત) કહ્યું કે સંઘ સમાજનું સંગઠન કરે છે. સકારાત્મક અને સર્વને સાથે લઈને સર્વવ્યાપી, સર્વસ્પર્શી સંઘકાર્ય થયું છે. વ્યક્તિનિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણનું કાર્ય શાખા દ્વારા અવિરત ચાલતું રહ્યું છે. સ્વયંસેવક પોતાના આચરણથી સમાજમાં સમરસતાનો ભાવ, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સુરક્ષા, સ્વ નો બોધ અને નાગરિક કર્તવ્ય બોધ જેવા પંચ પરિવર્તનના વિષયો લઈને સમાજ પરિવર્તન માટે કામ કરે એ સંઘ શતાબ્દી વર્ષનો સંકલ્પ છે. સમાજ આ વિષયો માટે જાગરણ અને પરિવર્તનના કાર્યમાં જોડાય, જેથી કરીને સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન કે ભારતમાતા વિશ્વગુરુના સ્થાને વિરાજે, તે સ્વપ્નને આપણે આપણાં જીવનમાં સાકાર થતો જોઈએ.
આજરોજ કર્ણાવતી મહાનગરમાં આયોજિત શ્રી વિજયાદશમી ઉત્સવના વિભિન્ન કાર્યક્રમોમાં અમરાઈવાડી ખાતે શ્રી જગદીશભાઈ પંચાલ (પ્રદેશ પ્રમુખ, ભા.જ.પ., ગુજરાત), નારણપુરા ખાતે પદ્મ શ્રી ચંદ્રકાંતભાઈ સોમપુરા (સ્થપતિ શ્રી રામજન્મ ભૂમિ મંદિર, અયોધ્યા), નરોડા ખાતે પ.પૂ. શ્રી પી.પી. સ્વામી (જેતલપુર સ્વામિનારાયણ મંદિર), બોપલ ખાતે શ્રી કલ્પેશ સોની (ફિલ્મ પ્રોડયુસર-વશ), વાસણા ખાતે શ્રી સુરજીતસિંહ બગ્ગા (પ્રધાન, ગુરુદ્વારા ગોવિંદધામ), ઇન્દ્રપુરી ખાતે શ્રી આર.કે. સાહુ (ડાયરેક્ટર, એનિમલ પાર્ક કાંકારીયા), મણિનગર ખાતે પ્રસિદ્ધ કથાકાર પૂ. ગીતસાગરજી મહારાજ, નવરંગપુરા ખાતે શ્રી હિતેન્દ્રભાઈ ત્રિવેદી (ડાયરેક્ટર, સેઠ સી.એન. વિધ્યાવિહાર), વસ્ત્રાલ ખાતે સદગુરુ ભગવાત ભૂષણ પૂ. શ્રીજી સ્વામી, વૈષ્ણવદેવી ખાતે શ્રી આર.પી. પટેલ (ચેરમેન, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન), ભાગવતનાગર ખાતે ડો. વિક્રમભાઈ શાહ (શેલ્બી હોસ્પિટલ), રાયપુર ખાતે ડો. શશાંકભાઈ પંડ્યા (ડીન, કેન્સર હોસ્પિટલ), ડો. રાકેશભાઈ જોશી (સુપરિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ) સહિત અને ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel