૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની થીમ પર આખું મંદિર અને હિંડોળો શણગારવામાં આવ્યો હતો. હિંડોળામાં આવનાર ભાવિક ભક્તોમાં લાલજીને શણગારેલ હિંડોળાને જોઈને એક અલગ પ્રકારની અનુભૂતિ જોવા પામી હતી અને ભાવિક ભક્તોમાં એક હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો. આખા મંદિરની અંદર ભજન દરમ્યાન ભાવિક ભકતો માં દેશ ભક્તિ નો ઉત્સાહ જોવા મળીયો હતો.
હિંડોળો પૂર્ણ થતાં ભાવિક ભક્તો દ્વારા રાષ્ટ્ર ગાન પણ ગાવામાં આવ્યું હતું અને ત્યાર બાદ પ્રસાદ લઈને ભાવિક ભકતો છુટા પડ્યા હતા.
આ હિંડોળાને શણગારવા માટે પ્રીતિબેન શાહ, ચીંકી શાહ, ઈશિતા ટેલર અને બીજલ ટેલર દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી અને લાલજીનો હિંડોળો ખુબ સરસ રીતે શણગાર્યો હતો. હિંડોળામાં આવનાર ભાવિક ભક્તો દ્વારા એમની ખૂબ પ્રશંસા કરવામાં આવી અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.