સુરત જિલ્લાના પલસાણા તાલુકાના વરેલી ગામે રાધાપુરમ રેસીડેન્સી ખાતે શ્રીમદ ભાગવત કથાનુ ૭ જાન્યુઆરીથી સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૧૪ જાન્યુઆરી સુધીની આ ભાગવત કથામાં વ્રુન્દાવનથી આવેલ કથાકાર રાઘવેન્દ્રજી મહારાજના મુખે ભક્ત જનોએ કથાનુ રસપાન કર્યુ હતુ. દરરોજ બપોરના બે વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી કથાનુ રસપાન કરવા માટે કડોદરા પોલીસે સહીતાના આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થીત રહેતા હતા. અને સમગ્ર વાતાવારણને ભક્તિમય બનાવી દીધુ હતુ.
તેમજ ૧૪ જાન્યુઆરીએ કથાનો છેલ્લો દીવસ હોવાથી ૧૪ હાજરથી વધુ ભક્તો માટે ભોજન પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં સમગ્ર ભાગવત કથાના આયોજનકો તેમજ કાર્યકર્તાઓએ ભારે જહેમત બાદ તેને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટર-તેજસ વશી(સુરત)