રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડી હત્યાકાંડ મામલામાં NIAએ 7 આરોપીઓને NIA કોર્ટમાં રજૂ કર્યાં. આ બાદ રાજસ્થાનના જયપુરમાં ચકચારી સુખદેવસિંહ ગોગામેડી મર્ડરકાંડના 7 આરોપીઓને એનઆઈએ કોર્ટે જેલ ભેગા કરી દીધા છે. આરોપીઓના હવે દુખના દિવસો શરુ થયાં છે. કોર્ટે આરોપીઓને જરા પણ રાહત આપવાના મૂડમાં નથી. આ કેસની તપાસ કરી રહેલી એનઆઈએ દ્વારા આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા અને કોર્ટે સીધા જ જેલમાં મોકલી દેવાનો ઓર્ડર આપ્યો હતો.
जयपुर, सुखदेव सिंह गोगामेड़ी हत्याकांड मामले में आठ आरोपियों को एनआईए कोर्ट में पेश किया गया
कोर्ट में कमांडोज और पुलिस का सुरक्षा के लिहाज भारी तैनाती
8 आरोपियों को किया जा चुका है मामले में अब तक गिरफ्तार#sukhdevsingh #NIAinvestigation pic.twitter.com/x5Ma7toJFm
— Khursheed Baig (@khursheed_09) December 18, 2023
ગોગામેડી કેસમાં અત્યાર સુધી કેટલા ઝડપાયા
ગોગામેડી હત્યાકાંડમાં અત્યાર સુધી પાંચ આરોપીઓ ઝડપાયા છે. રામવીર, રોહિત-નીતિન, પૂજા અને અન્ય એક સામેલ છે. આ રીતે કુલ 7 આરોપીઓની ધરપકડ કરાઈ છે.
5 ડિસેમ્બરે જયપુરમા થઈ હતી ગોગામેડીની હત્યા
5 ડિસેમ્બરના રોજ રાજ્યની રાજધાની જયપુરના શ્યામ નગરમાં સ્થિત શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. પોલીસ રેકોર્ડ મુજબ, 5 ડિસેમ્બરે કેટલાક લોકો સુખદેવ સિંહ ગોગામેડીને મળવાના બહાને તેના ઘરે આવ્યા હતા. ગોગામેડી સાથે ચાની ચૂસકી લીધા બાદ સુરક્ષાકર્મીઓ તેમને અંદર લઈ ગયા ત્યારે તેણે ગોળીબાર કર્યો હતો. અંધાધૂંધ ગોળીબારમાં સુખદેવ સિંહ ગોગામેડીનું મોત થયું હતું. સુખદેવ સાથે નવીન શેખાવત પણ ગોળીબારમાં માર્યો ગયો હતો.