તકનીકી ખામીના કારણે છેલ્લા 39 દિવસથી કેરળના તિરુવંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Thiruvananthapuram International Airport) પર ઉભું રાખવામાં આવ્યું બ્રિટનનું એફ-35 ફાઈટર જેટ (Britain’s F-35 Fighter Jet) હવે આખરે ભારત છોડીને બ્રિટન તરફ રવાના થઈ ગયું છે. 14 જૂનના રોજ હિંદ મહાસાગર પરથી ઉડાન દરમિયાન આ વિમાનમાં ઈમરજન્સી ડાયવર્ઝનની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે તેને તાત્કાલિક તિરુવંતપુરમમાં લેન્ડ કરાવવું પડ્યું હતું. ત્યારથી એફ-35 વિમાન અહીં ટેકનિકલ અને લોજિસ્ટિકલ સમસ્યાઓના કારણે અટવાયું હતું.
ब्रिटेन के फाइटर जेट F-35B ने केरल से भरी उड़ान
ब्रिटिश रॉयल नेवी के F-35B फाइटर प्लेन ने आखिरकरा भारत को अलविदा कह दिया है.
पांच सप्ताह पहले तिरुवनंतपुरम इंटरनेशनल एयरपोर्ट पर इमरजेंसी लैंडिंग करने के बाद इस फाइटर प्लेन मंगलवार, 22 जुलाई को उड़ान भरी.
हाइड्रोलिक सिस्टम की… pic.twitter.com/SYrShvZ18Y
— One India News (@oneindianewscom) July 22, 2025
વિમાનના રિપેરિંગ અને સુરક્ષા ચકાસણીનું કાર્ય 6 જુલાઈથી યુકેના એન્જિનિયરિંગ ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. અંતે તમામ જરૂરી કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિમાન ફરી ઉડાન માટે યોગ્ય બની ગયું અને સુરક્ષિત રીતે તિરુવંતપુરમથી રવાના થઈ ગયું. બ્રિટિશ હાઈકમિશનના પ્રવક્તાએ વિમાનના રવાના થતા જ જણાવ્યું કે, “વિમાન હવે તેની સક્રિય સેવામાં પાછું ફરી ગયું છે.” તેમણે આ પ્રક્રિયા દરમિયાન ભારત સરકાર તથા સ્થાનિક અધિકારીઓએ જે સહયોગ આપ્યો તે બદલ આભાર પણ વ્યક્ત કર્યો.
#WATCH | Kerala: The British Navy's F-35 fighter aircraft, which made an emergency landing at Thiruvananthapuram International Airport on June 14, takes off from the airport. pic.twitter.com/RT9vlsL73W
— ANI (@ANI) July 22, 2025
આ વિમાન યુકેની લશ્કરી તહેનાતીનો ભાગ છે અને તેની ઓપરેશનલ કામગીરી દરમિયાન ભારત આવી પહોંચ્યું હતું. આ ઘટના દ્વારા ભારત અને યુકે વચ્ચેના રક્ષાસહકારના મજબૂત સંબંધો ફરી એકવાર સ્પષ્ટ થયા છે.