ગુરૂ ગોવિંદ સિંહજીના વીર સાહિબજાદા ઝુંઝારસિંહજી અને ફતેહસિંહજીના બલિદાન દિવસ “વીર બાલ દિવસ” ઉજવણી પ્રસંગે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ શ્રી ગુરૂદ્વારા ગોવિંદસિંહ સભા, રામ તલાવડી મિશન રોડ ખાતે આયોજિત ભજન કીર્તન તથા પ્રદર્શન કાર્યક્રમ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ ખાતે જિલ્લા અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિન્નરીબેન, કારોબારી ચેરમેન પરીનભાઈ, જિલ્લા મહામંત્રી અપૂર્વભાઈ, શહેર પ્રમુખ વીરાગભાઈ, પૂર્વ પ્રમુખ તેજસભાઈ, ગુરૂદ્વારા કમિટીના પ્રદીપસિંહ, નગરપાલિકા ઉપપ્રમુખ કલ્પેશભાઈ, સંગઠનના પદાધિકારીઓ, કાઉન્સિલર, ગુરૂદ્વારા કમિટીના સભ્યો, ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.