કેન્દ્ર સરકારે વકફ સંસ્થાઓની કામગીરીમાં પારદર્શિતા લાવવા અને વકફ મિલકતોના સંચાલનને સુવ્યવસ્થિત બનાવવા માટે વકફ (સુધારા) અધિનિયમ, 2025 અમલમાં મૂક્યું છે, જે 8 એપ્રિલ, 2025થી અમલમાં આવ્યો છે. આ અધિનિયમ હેઠળ સરકારએ નવા નિયમો જાહેર કર્યા છે, જેમાં વકફ પોર્ટલની રચના અને વકફ મિલકતોની ફરજિયાત ડિજિટલ નોંધણીનો સમાવેશ થાય છે. આ પોર્ટલ દેશભરના વકફ સંસ્થાઓની સંપત્તિઓ, તેમના વ્યવહાર, ઓડિટ રિપોર્ટ અને વકફ બોર્ડના આદેશો સહિતના તમામ ડેટા માટે એક કેન્દ્રીયકૃત ડેટાબેઝ તરીકે કાર્ય કરશે.
નવા નિયમો અનુસાર, હવે દરેક વકફ મિલકતના મેનેજર, જેને મુતવલ્લી કહેવામાં આવે છે, તે પોતાનું મોબાઇલ નંબર અને ઈમેઇલ આઈડી પોર્ટલ પર નોંધાવી OTP મારફતે લોગ ઇન કરીને વકફની વિગતો ફોર્મ-4માં અપલોડ કરવી ફરજિયાત રહેશે. ખાસ કરીને જ્યારે કોઈ નવી વકફ મિલકત રચાય છે, ત્યારે તેના ત્રણ મહિનાની અંદર આ પોર્ટલ પર નોંધણી કરવી અનિવાર્ય હશે. ત્યારબાદ સંબંધિત વકફ બોર્ડ ફોર્મ-5માં વકફ રજિસ્ટર જાળવશે.
આ કાયદાનો મુખ્ય હેતુ સમગ્ર દેશભરમાં વહેલાંથી ચાલતી આવી અનેક મિલકતોને યોગ્ય રીતે નોંધણીમાં લાવવો છે અને ભવિષ્યમાં તેના ઉપયોગમાં ગેરરીતિ ટાળવી છે. આ સાથે, વકફ સંપત્તિઓના ઓડિટ રિપોર્ટ પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા ફરજિયાત બનાવવામાં આવ્યા છે જેથી કોઈપણ નાગરિક કે સરકારી એજન્સી તેને જોઈ શકે — જે એક મહત્વપૂર્ણ પારદર્શિતા નો પગલું છે.
વકફ (સુધારા) અધિનિયમ 2025 રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની સંમતિ બાદ અમલમાં આવ્યો હતો. આ બિલ પહેલા લોકસભામાં 288 ના સમર્થન અને 232 ના વિરુદ્ધ મત સાથે પસાર થયો હતો, ત્યારબાદ રાજ્યસભામાં 128ના સમર્થન અને 95ના વિરુદ્ધ મતથી મંજૂર થયો. આમાંથી સ્પષ્ટ છે કે બિલને સંપૂર્ણ સહમતિ મળતી નથી, પરંતુ સરકારનું દલીલ છે કે આ પગલાં વકફ સંસ્થાઓમાં વ્યવસ્થિતતા અને જવાબદારી વધારશે.
આ નવો નિયમ વકફ સંચાલનના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ફેરફાર છે, જે ભવિષ્યમાં વકફ મિલકતના વિવાદો, બિનકાયદેસર કબ્જાઓ અને ભ્રષ્ટાચાર રોકવામાં મદદરૂપ બનવાની અપેક્ષા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel