રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પહોંચે તે માટે કટિબદ્ધ છે. આ દિશામાં આરોગ્ય વિભાગના ડોક્ટરો, નર્સો અને તેમની ટીમ સતત ખડે પગે કાર્યરત છે. જિલ્લામથક પર આવેલી આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકોને વિવિધ આધુનિક અને સર્વાંગી આરોગ્યલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
હોસ્પિટલમાં જનરલ મેડિસિન, જનરલ સર્જરી, ઇમરજન્સી સેવાઓ, સ્ત્રીરોગ વિભાગ, ઓર્થોપેડિક, લેબોરેટરી સેવાઓ સહિત કિડની ફેલ્યર દર્દીઓ માટે 24×7 ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ છે. સગર્ભા મહિલાઓ માટે મફત પ્રસુતિ સેવા, હાઈ રિસ્ક ડિલિવરી તેમજ નવજાત શિશુઓ માટે વિશેષ સારવાર પણ આપવામાં આવે છે.
હોસ્પિટલના સિવિલ સર્જન ડો. અમર પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું કે જાન્યુઆરી 2025થી ડિસેમ્બર 2025 દરમિયાન 1,70,854 દર્દીઓએ ઓપીડી સેવાઓ લીધી હતી, જ્યારે 60,327 દર્દીઓએ દાખલ થઈને સારવાર મેળવી. વર્ષ દરમિયાન કુલ 2,280 પ્રસુતિ, 1,032 મેજર ઓપરેશન અને 7,98,568 લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત 700થી વધુ દર્દીઓને ડાયાલિસિસની સારવાર આપવામાં આવી, 1,478 નવજાત શિશુઓને સારવાર મળી અને ફેમિલી પ્લાનિંગ અંતર્ગત 484 ઓપરેશન તથા 1,095 કોપર-ટી મૂકવામાં આવ્યા. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 2,500થી વધુ લાભાર્થીઓને વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ રીતે આણંદ જનરલ હોસ્પિટલ ખાતે નાગરિકોને ગુણવત્તાયુક્ત અને સર્વોત્તમ આરોગ્ય સેવાઓ મળી રહી હોવાનું સિવિલ સર્જને જણાવ્યું છે.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat
🔗 https://www.youtube.com/@oneindianewscom