ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય.ચંદ્રચૂડે બેંગ્લુરુમાં આયોજિત 36માં LAWASIA સંમેલનમાં હાજરી આપી હતી. તેમણે આ દરમિયાન આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના નૈતિક ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે AIના નૈતિક ઉપયોગના પાયાના સવાલો સતત સામે આવી રહ્યા છે.
36માં LAWASIA સંમેલનમાં હાજર રહ્યા CJI
આ ટિપ્પણી સીજેઆઈએ 36માં લવાસિયા (LAWASIA) કોન્ફરન્સમાં તેમના સંબોધન દરમિયાન કહી હતી. આ કોન્ફરન્સમાં જસ્ટિસ ચંદ્રચૂડનો ટોપિક હતો – ઓળખ, વ્યક્તિ અને રાજ્ય, આઝાદીના નવા પથ. લવાસિયા એશિયા પેસિફિક રિજિયનના વકીલો, જજો, જ્યુરિસ્ટ અને કાનૂની સંગઠનની એક એસોસિયેશન છે.
જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડે કહ્યું કે આઝાદી બીજું કંઇ નહીં પણ પોતાના નિર્ણયો લેવાની યોગ્યતા છે જેનાથી આપણું જીવન બદલાઈ જાય. ચીફ જસ્ટિસે કહ્યું કે વ્યક્તિની ઓળખ તેના જીવનમાં લેવાયેલા તેના નિર્ણયો સાથે જોડાયેલી હોય છે. તેમણે કહ્યું કે જે લોકો પોતાની જાતિ, ધર્મ, લિંગ કે યૌન રુઝાનને લીધે ભેદભાવનો સામનો કરે છે તેમણે હંમેશા ઉત્પીડનનો સામનો કરવો પડશે. આ સામાજિક રીતે પ્રભાવી છે. ડિજિટલ યુગમાં AIના આકર્ષક પાસાઓનો સામનો કઈ રીતે કરી શકાય એ પણ તેમણે જણાવતાં કહ્યું કે AI અને વ્યક્તિત્વ વચ્ચે એક જટિલ સંબંધ છે.