ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી યોગીએ PM મોદીને પ્રયાગરાજ મહાકુંભ 2025 માં આવવા માટે આમંત્રણ આપ્યું છે.
મહાકુંભ મેળા 2025ની મુખ્ય વિગતો:
- મહાકુંભ 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી, 2025 સુધી યોજાશે.
- આ મહાકુંભમાં આશરે 40 કરોડ શ્રદ્ધાળુઓના આવવાના અનુમાન સાથે વિશાળ આયોજન કરવામાં આવી રહ્યું છે.
યોગી આદિત્યનાથે PM મોદીને કુંભમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપતા કહ્યું કે, PMની હાજરી મેળાના વૈશ્વિક અને ધાર્મિક મહત્વમાં વધારો કરશે. આ સાથે રાજ્ય સરકારે મહાકુંભ માટે સર્વાંગી તૈયારીઓ કરવા માટે વિશેષ આયોજન અને વિકાસ કામગીરી હાથ ધરી છે, જેમાં યાત્રાધામનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવું અને શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ આપવાનું શામેલ છે.
રાષ્ટ્રપતિને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું
અગાઉ, સીએમ યોગીએ 30 ડિસેમ્બરે 2024એ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ઘનખર, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડા. નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી પ્રયાગરાજ કુંભ મેળામાં હાજરી આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.
‘કુંભવાણી’ એફએમ ચેનલ શરૂ થઈ
CM યોગી આદિત્યનાથે શુક્રવારે મહાકુંભ 2025 સંબંધિત માહિતી પ્રસારિત કરવા માટે એફએમ ચેનલ ‘કુંભવાણી’નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રસાર ભારતીએ મહાકુંભ વિશે વ્યાપક માહિતી પ્રસારિત કરવા માટે OTT-આધારિત કુંભવાણી FM ચેનલ શરૂ કરી છે. 10 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે 5.55 થી રાત્રે 10.05 વાગ્યા સુધી કુંભ મેળા સંબંધિત પ્રસારિત થશે.