ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો થયા છતા પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા થઈ રહ્યા નથી. તો આ તરફ સીએનજીના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં ત્રણ સપ્તાહમાં બીજી વખત CNGની ભાવમાં વધારો થયો છે. CNG ના ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો છે. ભાવ વધારો થયા બાદ હવે દિલ્હીમાં CNG નો ભાવ એક કિલોના 76.59 રૂપિયા થયા છે. દિલ્હીમાં CNG ના ભાવ પેટ્રોલ કરતા 20 રૂપિયા ઓછા છે. CNG ના વધેલા ભાવ આજથી જ એટલે કે 14 ડિસેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી લાગુ થયા છે.
દિલ્હીમાં CNG ના ભાવમાં કેટલો વધારો થયો
દિલ્હીમાં CNG ના ભાવ ત્રણ સપ્તાહમાં બીજી વખત વધારવામાં આવ્યા છે અને તેમાં એક કિલોએ 1 રૂપિયાનો વધારો થયો છે. વધારા બાદ દિલ્હીમાં CNG ના ભાવ હવે 76.59 રૂપિયા થયા છે. સીએનજીના ભાવમાં છેલ્લો ઘટાડો જુલાઈ મહિનામાં કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ અને નવેમ્બરમાં CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
NCRમાં CNG ના ભાવમાં કેટલો વધારો થયો
NCR શહેરો એટલે કે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં પણ CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નોઈડા અને ગ્રેટર નોઈડામાં એક કિલોમાં 1 રૂપિયાનો વધારો થયો છે. નોઈડામાં નવા ભાવ 82.20 રૂપિયા અને ગ્રેટર નોઈડામાં ભાવ 81.20 રૂપિયા થયા છે. જો ગાઝિયાબાદની વાત કરીએ તો CNGનો નવો ભાવ 81.20 રૂપિયા થયો છે. ગુરુગ્રામમાં CNG નો ભાવ 83.62 રૂપિયા છે.
જાણો ઓગસ્ટ અને નવેમ્બર માસમાં કેટલો વધારો થયો
આ પહેલા ઓગસ્ટ અને નવેમ્બર માસમાં CNG ના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. 23 નવેમ્બરે દિલ્હી અને એનસીઆરમાં સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તે જ સમયે રેવાડીમાં ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ઓગસ્ટમાં પણ સીએનજીના ભાવમાં વધારો થયો હતો.
IGLએ ઓગસ્ટમાં એક વર્ષમાં બીજી વખત ભાવમાં વધારો કર્યો હતો. 23 ઓગસ્ટે દિલ્હી-NCRમાં ભાવમાં 1 રૂપિયાનો વધારો થયો હતો. જુલાઈ માસમાં મોંઘા સીએનજીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે તેના ભાવ નક્કી કરવાના માપદડમાં બદલાવ કર્યો હતો. ત્યારબાદ દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં ભાવમાં ઘટાડો થયો હતો.