click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉમરેઠના 17 મ્યુલ અકાઉન્ટ મારફતે ₹3.38 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Anand > ઉમરેઠના 17 મ્યુલ અકાઉન્ટ મારફતે ₹3.38 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ
AnandGujarat

ઉમરેઠના 17 મ્યુલ અકાઉન્ટ મારફતે ₹3.38 કરોડની સાયબર ઠગાઈનો પર્દાફાશ

ઓપરેશન “મ્યુલ હંટ” હેઠળ ત્રણ આરોપીઓ ઝડપાયા,બે દુબઈ ફરાર

Last updated: 2025/12/17 at 6:38 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

રાજ્ય ગૃહ વિભાગની રાજ્યવ્યાપી કાર્યવાહી “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત આણંદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેંક લિમિટેડમાં ખોલવામાં આવેલા 17 મ્યુલ અકાઉન્ટ મારફતે થયેલી ₹3 કરોડ 38 લાખ 27 હજાર 790 રૂપિયાની સાયબર ઠગાઈનો ભેદ ઉકેલ્યો છે. આ કેસમાં કુલ પાંચ આરોપીઓની સંડોવણી બહાર આવી છે, જેમાંથી ત્રણને પોલીસે ઝડપી લીધા છે જ્યારે બે આરોપીઓ દુબઈ ફરાર હોવાનું સામે આવ્યું છે.

પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ મ્યુલ અકાઉન્ટ મારફતે વિવિધ સાયબર ફ્રોડમાંથી મેળવાયેલા નાણા એકત્રિત કરીને આંગડિયા મારફતે યુએસડીટી (ક્રિપ્ટો કરન્સી)માં રૂપાંતર કરી દુબઈ મોકલવામાં આવતા હતા. આ સમગ્ર પ્રવૃત્તિને પોલીસે આયોજિત આંતરરાષ્ટ્રીય નાણાકીય ગેરરીતિ તરીકે લઈ વધુ તપાસ શરૂ કરી છે.

આ કેસમાં ઝડપાયેલા આરોપીઓમાં ઋષિ અતુલકુમાર શાહ (ઉમરેઠ, જિ. આણંદ), હિરલકુમાર મિતુલભાઈ પટેલ (અંબામાતાનું ફળિયું, ઉમરેઠ) તથા ભારદ્વાજ યોગેશભાઈ ભીંડી (પાટળપોળ, ઉમરેઠ)નો સમાવેશ થાય છે. જ્યારે ગૌરવ ઠાકોરભાઈ શાહ અને કૃતાર્થ દિવ્યાંગકુમાર શાહ હાલ દુબઈ ખાતે ફરાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ મુજબ, ઉમરેઠ અર્બન કોઓપરેટિવ બેંકમાં આ અકાઉન્ટ સગા-સંબંધીઓ, ઓળખાણના લોકો અને મિત્ર વર્તુળના નામે ખોલવામાં આવ્યા હતા. સાયબર ક્રાઇમ પોલીસ ટીમે IFSC પોર્ટલ પરથી મળેલ ડેટા, ટેકનિકલ એનાલિસિસ, બેંક સ્ટેટમેન્ટ અને CDRના આધારે આ અકાઉન્ટોને ટાર્ગેટ કરી ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી, જેના પરિણામે સમગ્ર ટ્રાન્જેક્શન ચેઇન બહાર આવી છે.

પકડાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસ રીમાન્ડ માગવામાં આવશે. રીમાન્ડ દરમિયાન નાણાંનો અંતિમ ઉપયોગ, દુબઈમાં બેઠેલા મુખ્ય સૂત્રધારો તેમજ શક્ય આંતરરાષ્ટ્રીય સાયબર રેકેટ અંગે વધુ વિગતો બહાર લાવવાની દિશામાં તપાસ આગળ વધારવામાં આવશે.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે “ઓપરેશન મ્યુલ હંટ”નો મુખ્ય હેતુ મ્યુલ અકાઉન્ટના માધ્યમથી ચાલતા સાયબર ગુનાહિત નેટવર્કને મૂળથી નાબૂદ કરવાનો છે અને આવી ટેકનિકલ ડ્રાઈવ આગળ પણ સતત ચાલુ રહેશે.

 

ભાવેશ સોની (આણંદ )

બાઈટ રિદ્ધિ ગુપ્તે (ડી વાય એસ પી હેડ કવાર્ટર આણંદ)

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-12-17-at-6.17.09-PM.mp4

 

https://gujarat.oneindianews.com/wp-content/uploads/WhatsApp-Video-2025-12-17-at-6.17.09-PM-1.mp4

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

 

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Anand, Breaking news, CM Gujarat, Cyber ​​fraud, gujarat, gujarati news, latest news, mule accounts, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, top news channel, topnews, topnewschannelinindia, Umreth, આણંદ જિલ્લા, આણંદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ઉમરેઠ, ઉમરેઠ તાલુકા, ઉમરેઠ પોલીસ, ઉમરેઠ પોલીસ સ્ટેશન, ઓપરેશન મ્યુલ હંટ, ત્રણ આરોપીઓ, રાજ્ય ગૃહ વિભાગ, સાયબર ક્રાઇમ

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team ડિસેમ્બર 17, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article રાજ્યની મહાનગર-નગર પાલિકાઓને 2,800 કરોડના વિકાસ ચેક અર્પણ કરાયા
Next Article સેન્સેક્સ 150 પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી 25,800 ની નીચે, મીશો 5% વધ્યો

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?