અરબ સાગરમાં વર્ષ 2025નું પહેલું વાવાઝોડું સાયક્લોનિક શક્તિ (Cyclone Shakti) સક્રિય થવા લાગ્યું છે અને તેની અસર ગુજરાત સહિત પશ્ચિમ કાંઠાના રાજ્યોમાં જોવા મળી શકે છે. ભારતીય મૌસમ વિભાગ (IMD) મુજબ, અરબ સાગરના ઉત્તર-પૂર્વ ભાગમાં બનેલું ડીપ ડિપ્રેશન ધીમે-ધીમે ચક્રવાતમાં ફેરવાઈ રહ્યું છે. શુક્રવારે (3 ઑક્ટોબર, 2025) સવારે 8:30 વાગ્યે આ સિસ્ટમ દ્વારકાથી આશરે 240 કિ.મી. અને પોરબંદરથી 270 કિ.મી. દૂર હતી. આગામી 24 કલાકમાં ચક્રવાતનું જોર વધવાની શક્યતા છે, જેના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળશે અને પવનની ગતિ ભારે વધશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ ચક્રવાત શરૂઆતમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને પછી પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં ખસશે.
આ ચક્રવાતને ‘શક્તિ’ નામ આપવામાં આવ્યું છે, જે શ્રીલંકા દ્વારા સૂચવવામાં આવ્યું હતું. ‘શક્તિ’ શબ્દ તમિલ ભાષાનો છે, જેનો અર્થ ‘તાકાત’ અથવા ‘Power’ થાય છે. વાવાઝોડાંના નામકરણ માટે ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે. નામ ટૂંકું, સરળ અને અપમાનજનક ન હોવું જોઈએ, તેમજ એકવાર ઉપયોગ થયા બાદ એ નામ ફરી વપરાય નહીં તે સુનિશ્ચિત કરવામાં આવે છે.
The Deep #Depression over northeast #Arabian #Sea moved northwestwards with a speed of 12 kmph during last 6 hours and lay centered at 0830 hrs IST of today, the 3rd October, 2025 over the same region near latitude 21.5N and longitude 67.0E, about 240 km wests-outhwest of Dwarka pic.twitter.com/AnUrxGEm2I
— India Meteorological Department (@Indiametdept) October 3, 2025
ગુજરાત કિનારે 3 ઑક્ટોબરની સાંજથી જ પવનની ગતિ 75-85 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે 4 ઑક્ટોબરથી 6 ઑક્ટોબર વચ્ચે પવનની ગતિ વધીને 100-110 કિ.મી. પ્રતિ કલાક થઈ શકે છે અને મહત્તમ 125 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે અરબ સાગરમાં માછીમારોને 3થી 6 ઑક્ટોબર સુધી દરિયો ન ખેડવા સખ્ત સૂચના આપી છે. ઉપરાંત, કિનારાના વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમોને સતર્ક રાખવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ શકે.
આ ચક્રવાતને કારણે ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને સમુદ્રમાં તોફાની મોજાની પરિસ્થિતિ સર્જાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel