અમદાવાદ અને ગાંધીનગરને જોડતા એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીના માર્ગનું બ્યુટીફિકેશન કરવામાં આવશે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા એન્ટ્રી માર્ગને સુંદર બનાવવામાં આવશે. રસ્તાઓને એન્ટ્રી પોઈન્ટ બ્યુટીફિકેશન કરવામાં આવશે. જ્યાં લાઈટીંગ સાથે ફાઉન્ટેન, પાર્કિંગ સહિત સુંદરતાભર્યો માર્ગ બનાવવામાં આવશે. સાથે જ સુંદર સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે.
અમદાવાદ શહેરને હવે વધુ સુંદર બનાવવામાં આવશે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતા માર્ગ એરપોર્ટ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધીના માર્ગનું બ્યુટીફિકેશન કરવામાં આવનાર છે. આ માટે અમદાવાદ કોર્પોરેશને વિશેષ પ્લાન તૈયાર કર્યો છે. જે પ્રમાણે શહેરના એન્ટ્રી પોઈન્ટને પણ સુંદર રીતે તૈયાર કરવામાં આવનાર છે.
અમદાવાદ ગાંધીનગર વચ્ચે એરપોર્ટ રોડ પર વીવીઆઈપી મૂવમેન્ટ પણ વધારે રહેતી હોય છે. જેને લઈ આ માર્ગનુ આધુનિકરણ હોવુ જરુરી છે. આ રોડને આઈકોનીક માર્ગ તૈયાર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે 1.70 કિલોમીટર રોડને 60 મીટર પહોળાઈ ધરાવતો વિકસાવવામાં આવશે. નવીનીકરણ દરમિયાન બ્યૂટીફિકેશન કરતા ફાઉન્ટેન અને લાઈટીંગ તેમજ લેન્ડસ્કેપીંગ કરવામાં આવશે. સાથે જ પાર્કિંગ સહિત આધુનિક સવલતો તૈયાર કરવામાં આવશે.