વાલોડ ગામનું વાતાવરણ “ગણપતિ બાપ્પા મોરિયા” , “આવતા વર્ષે લોકરીયા” ના નારાથી ગુંજી ઉઠ્યું હતું,
વાલોડ ગામમાં વિસર્જન યાત્રા દરમિયાન સૌ કોઈનું ધ્યાન વાલોડના બજાર ફળિયા ગણેશ મંડળના બજારના રાજા ની ગણેશ પ્રતિમા ઉપર ધ્યાન કેન્દ્રીત હતું..
વિસર્જન યાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ બજારના રાજાની ગણેશજીની મૂર્તિને હીંચકે ઝુલાવવાનો લાભ લીધો હતો..
ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન ઘટે એનું ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા સંપન્ન થઈ હતી.
રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી)