તાપી જિલ્લાના નવ રચિત ઉકાઈ તાલુકા પંચાયત ખાતે પ્રભારી મંત્રી મુકેશભાઇ પટેલની અધ્યક્ષતામાં અને રાજ્ય મંત્રી કુંવરજીભાઇ હળપતિ ની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો.
તાપી જિલ્લાના ૧૪૮.૮૦ લાખના ૭૪ કાર્યોનું ઇ-લોકાર્પણ તથા ૧૬૦.૨૦ લાખના ૮૬ કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત એમ કુલ મળી ૩.૦૯ કરોડથી વધુના ૧૬૦ વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું.
પ્રભારી મંત્રીએ નાગરિકોને સંબોધતા જણાવ્યુ હતું કે દેશના વડાપ્રધાનએ સૌનો સાથ સૌનો વિકાસને ચરિતાર્થ કરવા અને રાજ્યના છેવાડા ગામ સુધી વિકાસના પ્રકાશને પહોંચાડવાનો સંકલ્પ લીધો છે. તાપી જિલ્લાના તમામ નાગરિક સુધી શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને આધારભૂત સુવિધાઓ પહોંચે એ માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. તેઓએ હર્ષ વ્યક્ત કરતા કહ્યું હતું કે વિકાસ સપ્તાહ પહેલા જ તાપી જિલ્લાને ઉકાઈ તાલુકાની ભેટ આપી છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે.
આ પ્રસંગે પ્રભારી મંત્રીએ ઉકાઈ થી વિકાસ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં ફરશે અને સરકાર દ્વારા અમલમાં મુકાયેલા વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી લોકોને પહોંચાડશે. સાથે જ સ્વચ્છતા અભિયાન અંતર્ગત ડોર-ટુ-ડોર કલેક્શન માટેનાં ૬ નવા વાહનોને પણ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યા હતા તેમજ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું.
ગુણસદા ફાર્મ સ્કૂલમાં ૧૬૦ વિધાર્થીઓની ક્ષમતા ધરાવતી નવી કુમાર છાત્રાલયનું ઈ-ખાતમૂહર્ત પણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જાલિમ સિંહ વસાવા, ધારાસભ્ય ડૉ. જયરામ ગામીત,જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયા તેમજ જિલ્લાના હોદ્દેદારો,સ્થાનિક પ્રતિનિધિઓ આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel