સહકારી સંસ્થાઓના આગેવાનો, ખેડૂતો અને પશુપાલકો સાથે સંવાદ કરતા મંત્રીએ જણાવ્યું કે, “દેશની પ્રગતિમાં સહકાર અને સમૃદ્ધિનો મોટો હાથ રહેલો છે.”
મંત્રીએ જણાવ્યું કે વર્ષ ૨૦૨૧માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકાર મંત્રાલયની રચના કરી હતી અને તેની જવાબદારી કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને સોંપી હતી. તેમના અનુભવથી સહકાર ક્ષેત્રમાં ગામડાં સુધી સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે. ખેડૂતો અને પશુપાલકોને ઘરઆંગણે સુવિધાઓ મળવાથી તેમની આવકમાં વધારો થયો છે.
આગળ મંત્રીએ ઉમેર્યું કે દેશને સક્ષમ બનાવવા માટે આપણે સંકલ્પ લેવો પડશે કે દેશી વસ્તુઓનો જ ઉપયોગ કરીએ. સ્વદેશી અપનાવવાનો આ યોગ્ય સમય છે. ભૂતકાળમાં ભારત “સોનાની ચિડિયા” ગણાતું હતું અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સને ૨૦૪૭ સુધી ભારતને આત્મનિર્ભર અને ગૌરવશાળી બનાવવાનો રોડમેપ તૈયાર થયો છે.
કાર્યક્રમ દરમ્યાન લાભાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ, જશુભાઈ, રણજીતભાઈ, સેવા સહકારી મંડળી તથા દૂધ મંડળીઓના પ્રમુખઓ, આગેવાનો શંભુભાઈ દેસાઈ, ડિરેક્ટરો, સભાસદો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો હાજર રહ્યા હતા.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel