આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષ સ્થાને ઉજજ્વળ ભવિષ્યનો અમૃતકાળ કામધેનુ યુનિવર્સિટ ૨૦૪૭ હેઠળ આયોજિત બે દિવસિય ચિંતન શિબિરનો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતના ૨૦૪૭ નક્કી કરેલ લક્ષ્યાંકમાં કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર પણ ભારતના ઉજ્જવળ ભવિષ્યના અમૃતકાળમાં ઉત્તમ ફાળો પ્રધાન કરી શકે તેવા ઉમદા હેતુ અને કુલપતિ, કામધેનુ યુનિવર્સિટી ડો. પી. એચ. ટાંકના પ્રેરણાથી કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરના મુખ્ય મથક ખાતે કામગીરી કરતા યુનિવર્સિટી અધિકારીઓ, અને કર્મચારીઓ માટે તારીખ ૩૦/૦૮/૨૦૨૫ થી ૩૧/૦૮/૨૦૨૫ એમ બે દિવસની ચિંતન શિબિરનું આયોજન તાપી નદીના સાનિધ્યમાં સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એકવાકલ્ચર, ઉકાઈ ખાતે કરવામાં આવ્યું છે.
આ ચિંતન શિબિરના ઉદ્ધાટન સમારોહમાં માનનીય મંત્રી કુંવરજી હળપતિ મુખ્ય મેહમાન તરીકે હાજર રહી ભગવાન બિરસા મુંડાનો ઇતિહાસ અને ધર્મ રક્ષણ માટે કરેલ બલિદાનની ગાથા રજૂ કરી ચિંતન શિબિરની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સમારંભમાં યુનિવર્સિટીના વિવિધ પ્રકલ્પોના અધિકારીશ્રીઓ ડો. એમ. એમ. ત્રિવેદી, ડો. એસ. કે. ભાવસાર, ડો. કે. કે. હડિયા, ડો. બી. એન. પટેલ અને ડો. આર. જી. શાહે પ્રસંગને અનુરૂપ પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ ચિંતન શિબિરની શરૂઆતમાં આ કેન્દ્રના પટાંગણમાં ભારતીય સંસ્કૃતિના તેમજ સ્વધર્મ રક્ષણ માટે બલિદાન દેનાર અને સર્વે આદિવાસી લોકોના ભગવાન સમાન એવા ભગવાન શ્રી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામીણ વિકાસ ગુજરાત રાજ્યના માનનીય મંત્રી કુંવરજી હળપતિની વિશેષ ઉપસ્થિતિમાં કુલપતિ ડો. પી. એચ. ટાંકના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિમાના દાતા નિખિલભાઈ તથા કામધેનુ યુનિવર્સિટીના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં હર્ષો ઉલ્લાસ સાથે પુષ્પ વર્ષાથી કરવામાં આવ્યું હતું.
આ ચિંતન શિબિર માટે અથાઘ પ્રયત્નશીલ એવા સહ કન્વીનર અને ઉકાઈ કેન્દ્રના વડા ડો. સ્મિત લેન્ડે દ્વારા તમામ મેહમાનો માટે લાગણી સભર વાણીથી આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel