કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં ભારતીય ન્યાય સંહિતા (દ્રિતિય) 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (દ્રિતિય) 2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ (દ્રિતિય) 2023 બિલ લોકસભામાં રજૂ કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હવે રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે, મૉબ લિંચિંગ પર ફાસી આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે આ ત્રણેય બિલો પર ઉંડાણપૂર્વક અભ્યાસ કર્યો છે અને તેને બનાવતા પહેલા 158 કાઉન્સેલિંગ સેશનમાં ભાગ લીધો હતો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે પહેલા સીઆરપીસીમાં 484 કલમ હતી જેમાં હવે 531 કલમો હશે, 177 કલમોમાં બદલાવ કર્યો છે જ્યારે 39 નવી પેટા કલમો અને 44 નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે.
#WATCH | Delhi: Home Minister Amit Shah in Lok Sabha says, "In CrPC there were 484 sections, now there will be 531 sections in it. Changes have been made in 177 sections and 9 new sections have been added. 39 new sub-sections have been added. 44 new provisions have been added…" pic.twitter.com/pqdN1O2Tmr
— ANI (@ANI) December 20, 2023
હવે રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે
અમિત શાહે ગૃહમાં બિલ રજૂ કરતા સમયે ક્હ્યું હતું કે ભારત સરકાર પહેલીવાર આતંકવાદની વ્યાખ્યા કરવા જઈ રહી છે જેમાં હવે નવા કાયદામાં રાજદ્રોહ નહીં પણ દેશદ્રોહ હશે. મૉબ લિંચિંગના નવા કાયદામાં મૃત્યુદંડની જોગવાઈ છે. ગૃહમંત્રીએ કહ્યું હતું કે આ કાયદા વ્યક્તિગત સ્વતંત્રતા, માનવ અધિકાર, દરેક સાથે સમાન અધિકારો પર કાયદા બનાવવામાં આવી રહ્યા છે. પ્રથમ વખત આપણા બંધારણની ભાવના મુજબ કાયદો બનવા જઈ રહ્યો છે.