કર્ણાટકના કાલબુર્ગીમાં નેલોગી ક્રોસ નજીક પાર્ક કરેલી ટ્રક (Truck) સાથે એક વાન અથડાઈ હતી, જેના પરિણામે પાંચ લોકોના મોત થયા હતા અને 11 લોકો ઘાયલ થયા હતા. તમામ મૃતકો બાગલકોટ જિલ્લાના રહેવાસી હતા. ઘાયલોને કલબુર્ગી હોસ્પિટલ(Hospital)માં દાખલ કરવામાં આવ્યા હતા અને કાલબુર્ગીના પોલીસ અધિક્ષક એ. શ્રીનિવાસુલુએ ઘટનાની તપાસ કરી અને નેલોગી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો.
Kalaburagi, Karnataka | Five people died and 10 injured after a van rammed into a parked truck near Nelogi Cross in Kalaburagi district at around 3.30 am. The deceased have been identified as residents of Bagalkote district. The injured have been admitted to Kalaburagi Hospital.… pic.twitter.com/3i04s2SNVF
— ANI (@ANI) April 5, 2025
આ ઘટના શનિવારે સવારે લગભગ 3.30 વાગે કાલબુર્ગી જિલ્લાના નેલોગી ક્રોસ પાસે બની હતી જેમાં એક વાન રોડ કિનારે ઉભેલી ટ્રક સાથે અથડાઈ હતી. ઘટનાની માહિતી મળતાની સાથે જ કલબુર્ગીના પોલીસ અધિક્ષક એ શ્રીનિવાસુલુ સમગ્ર ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી. પોલીસે નેલોગી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યો છે.
ખ્વાજા બંદે દરગાહ જતા સમયે અકસ્માત થયો હતો
એક મેક્સીકેબ (TT) પાર્ક કરેલી લારીના પાછળના ભાગ સાથે અથડાઈ હતી, જેમાં પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોના નામ વાજિદ, મહેબૂબ, પ્રિયંકા અને મહેબૂબ છે, જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે કલબુર્ગીની જીઆઈએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ મૃતકો મૂળ બાગલકોટ જિલ્લાના રહેવાસી છે. તે કાલબુર્ગીમાં ખ્વાજા બંદે નવાઝ દરગાહ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.