વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશે છેલ્લા દસ વર્ષમાં કરેલા વિકાસને લઈને લોકોનો અભિપ્રાય માંગ્યો છે. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે ત્યારે ગયા મહિને લોન્ચ કરવામાં આવેલી પીએમ નરેન્દ્ર મોદીની નમો એપ વિવિધ મુદ્દાઓને લઈને લોકોના મિજાજની ઝાંખી પાડે છે. આ એપમાં સરકાર અને સાંસદોના પર્ફોર્મન્સને લઈને લોકોના અભિપ્રાયોનો સમાવેશ થાય છે.એક્સ પર મોદીએ જણાવ્યું હતું કે તમે ભારતે છેલ્લા દસ વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં કરેલા વિકાસ અંગે શું વિચારો છો? તમારા પ્રતિસાદ મને સીધા નમો એપ પર જનમન સરવેમાં આપો.
જન મન સરવેમાં સંચાલનના અને નેતાગીરીના વિવિધ પાસાઓને લઈને લોકોના પ્રતિસાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની સાથે લોકોને કેન્દ્ર સ્તરેથી કરવામાં વિકાસ અને બંધારણીય એજન્સીઓ અંગેની ખાસ બાબતો અંગે સવાલ પૂછવામાં આવ્યા છે.