ઓનલાઈન પેમેન્ટ હવે સામાન્ય થઈ ગયું છે. મોટાભાગના લોકો હવે રોકડાને બદલે ઓનલાઈન પેમેન્ટ કરે છે. જેના માટે સામાન્ય રીતે લોકો UPI પેમેન્ટ એપ્સ જેમ કે Google Pay, PhonePe અને Paytm દરેક સ્માર્ટફોનમાં જોવા મળે છે. જેના થકી આજે સૌ કોઈ સરળ અને ત્વરિત પૈસાની ચૂકવણી કે લેવડ-દેવડ કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ કરવામાં કેટલાક જોખમો છે.
ખાસ કરીને જો તમારો સ્માર્ટફોન ખોવાઈ જાય તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. તમારી સાથે બેંકિંગ છેતરપિંડી જેવી ઘટના બને તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં, જો ફોન ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય, તો સૌથી પહેલા UPI આઈડીને બ્લોક કરી દેવો જોઈએ. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે UPI ID ને કેવી રીતે બ્લોક કરાવી શકાય?
Google Pay, PhonePe અને Paytm દરેકમાં UPI IDને બ્લોક કરવાની અલગ અલગ રીત છે ત્યારે તમે જે પ્લેટફોર્મ પેમેન્ટની ચૂકવણી કરતા હોય તે નીચે મુજબ છે.
Google Pay UPI ID ને કેવી રીતે બ્લોક કરવું
- સૌથી પહેલા કોઈપણ ફોનમાંથી 18004190157 હેલ્પલાઈન નંબર ડાયલ કરો.
- આ પછી ગ્રાહક સંભાળને Paytm એકાઉન્ટ બ્લોક કરવા વિશે જાણ કરવી પડશે.
- એન્ડ્રોઇડ યુઝર્સે પીસી અથવા ફોન પર ગૂગલ ફાઇન્ડ માય ફનોમાં લોગિન કરવું પડશે. આ પછી, Google Payનો તમામ ડેટા રિમોટલી ડિલીટ કરવાનો રહેશે.
- આ પછી તમારું Google Pay એકાઉન્ટ અસ્થાયી રૂપે બ્લોક થઈ જશે.
- જો તમે iOS વપરાશકર્તા છો, તો તમે Find my app અને Appleના અન્ય અધિકૃત સાધનો દ્વારા તમામ ડેટા કાઢી નાખીને Google Pay એકાઉન્ટને બ્લોક કરી શકો છો.
ફોનપે યુપીઆઈ આઈડી કેવી રીતે બ્લોક કરવું
- સૌથી પહેલા 02268727374 અથવા 08068727374 પર કોલ કરો.
- જે મોબાઇલ નંબર સાથે UPI ID લિંક થયેલ છે તેની સામે ફરિયાદ દાખલ કરો.
- જ્યારે OTP માટે પૂછવામાં આવશે, ત્યારે તમારે સિમ કાર્ડ અને ઉપકરણ ગુમાવવાનો વિકલ્પ પસંદ કરવો પડશે.
આ પછી તમે કસ્ટમર કેર સાથે કનેક્ટ થઈ જશો, જ્યાંથી તમે કેટલીક માહિતી આપીને UPI આઈડીને બ્લોક કરી શકો છો.
PayTM UPI ID ને કેવી રીતે બ્લોક કરવું?
- સૌથી પહેલા પેટીએમ બેંકના હેલ્પલાઈન નંબર 01204456456 પર કોલ કરો.
- આ પછી લોસ્ટ ફોન વિકલ્પ પસંદ કરો.
- પછી એક અલગ નંબર દાખલ કરો. આ પછી ખોવાયેલ ફોન નંબર દાખલ કરો.
- આ પછી બધા ઉપકરણોમાંથી લોગઆઉટ વિકલ્પ પસંદ કરો.
- પછી Paytm વેબસાઇટ પર જાઓ અને 24×7 હેલ્પ વિકલ્પ પસંદ કરો.
- આ રીતે તમે Report a Fraud અથવા Message Us વિકલ્પ પસંદ કરી શકો છો.
- પછી તમારે પોલીસ રિપોર્ટ સહિત કેટલીક વિગતો આપવી પડશે. બધી વિગતો તપાસ્યા પછી, તમારું Paytm એકાઉન્ટ અસ્થાયી રૂપે બંધ થઈ જશે.