સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજરોજ આણંદમાં વિરાટ હિન્દુ ધર્મ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન ધર્મ સંસ્કૃતિના જાગરણ અને અખંડ હિન્દુ રાષ્ટ્રના ધ્યેયને ગતિ આપવા માટે યોજાયેલી આ સભામાં હજારોની ઉપસ્થિતિ વચ્ચે જયશ્રીરામના ગુંજતા નાદ સાથે સમગ્ર મેદાન રણકારતું બન્યું હતું.
સભાના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત પ્રખર હિન્દુ વક્તા ટી. રાજાસિંહ (ગોશામહેલ, તેલંગાણા) એ ઉર્જાભેર ભાષણ આપતા કહ્યું
“ત્રણ દિવસ પહેલાં મને ફોન આવ્યો કે ‘આણંદ આવશો તો મંચ પર જ ગોળી મારીશું.’ પરંતુ હું આજે અહીં છું — કોઈ સિક્યુરિટી વગર! મારો વિશ્વાસ ભગવાન શ્રીરામ અને માતા ભારત પર છે. હું ગોળીથી નથી ડરતો, હું સત્ય બોલવાનું બંધ પણ નહીં કરું!”
તેમના આ નિવેદન બાદ સભા સ્થળે હજારો ભક્તો ‘જયશ્રીરામ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા.
આ ધર્મસભાનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત કરી અખંડ હિન્દુ રાષ્ટ્રના સ્વપ્નને સાકાર કરવાનું હતું.
સભામાં ઉલ્લેખ કરવામાં આવ્યો કે –
* ગૌમાતાને રાષ્ટ્રીય પશુનો દરજ્જો મળે
* સંતો-મહંતોને યોગ્ય સન્માન મળે
* લવ જેહાદ, લેન્ડ જેહાદ, ધર્માંતરણ, આતંકવાદ જેવી પ્રવૃત્તિઓનો નાશ થાય
* હિન્દુ દીકરીઓની સુરક્ષા સુનિશ્ચિત થાય
* દેશમાં શાંતિ, સૌહાર્દ અને સનાતન સંસ્કૃતિનો ઉદ્ધાર થાય
આ પવિત્ર ધર્મસભામાં અનેક સંતો અને મહંતોએ આશીર્વચન આપ્યા, જેમાં મુખ્યરૂપે ઉપસ્થિત રહ્યાં —
ગુરૂ ગૌભક્ત કાલીદાસ મહારાજ (શ્રી શિવશક્તિ ગુરૂગૌધામ, દેડાવાડા)
પ.પૂ. 108 મહંત સંત શ્રી અરવિંદદાસજી બાપુ (હઠીપુરા)
બાપુ આનંદસિંહ તુંવર (જેસલમેર)
પ.પૂ. ધર્મધૂજા દાદુરામ મહારાજ અને દયારામ મહારાજ (ડાકોર)
મહંત શુભમપુરી મહારાજ (જાગનાથ મહાદેવ મંદિર, આણંદ)
નિવાસદાસજી મહારાજ (અખિલ ભારતીય સંત સમિતિ – ખેડા પ્રમુખ)
કિરણરામ મહારાજ (ડાકોર)
યુવરાજ સ્વામી કરણદાસજી મહારાજ (સર્વદલીય ગૌરક્ષા મંચ)
દર્શનવલ્લભ દાસજી સ્વામી (વડોદરા સ્વામિનારાયણ મંદિર)
મહામંડલેશ્વર આરતીકુંવરદાસ તથા જારાકુંવરદાસ (નિર્મોહી અખાડા, માણેજ)
સનાતન ધર્મની મહાશક્તિ જાગી રહી છે”
સભામાં ઉપસ્થિત સંતોએ જણાવ્યું કે આ ધર્મસભાઓ માત્ર સભા નથી, પરંતુ રાષ્ટ્ર જાગરણનો આરંભ છે. દરેક હિન્દુએ પોતાના ધર્મ, ગૌમાતા અને રાષ્ટ્ર માટે સમર્પિત થવું જોઈએ — એ મુખ્ય સંદેશ સમગ્ર આણંદમાંથી પ્રસારિત થયો.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel