આ વર્ષે કમલા પાર્ક, આણંદ ખાતે 28 સપ્ટેમ્બરથી 2 ઑક્ટોબર સુધી ચાલી રહેલી ઉજવણીમાં સવારે પૂજા અને ભોગ પ્રસાદ, સાંજે આરતી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાત્રિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય પૂજા તરીકે ઓળખાતી અષ્ટમી પૂજા આજ રોજ (30 સપ્ટેમ્બર) ભવ્ય રીતે સંપન્ન થઈ.
સાંજના સંધી પૂજાના પાવન પ્રસંગે મા દુર્ગાને ૧૦૮ કમળના ફૂલ અર્પણ કરવામાં આવ્યા અને મહિલાઓ દ્વારા ૧૦૮ માટીના દીવા પ્રગટાવી દેવી દુર્ગાનું આહ્વાન કરવામાં આવ્યું. આ પ્રસંગે ભક્તોમાં ભક્તિ અને આનંદની લહેર જોવા મળી.
ABCA માત્ર દુર્ગા પૂજા જ નહીં પરંતુ દર વર્ષે લક્ષ્મી પૂજા, કાલી પૂજા, સરસ્વતી પૂજા, બંગાળી નવું વર્ષ અને રવીન્દ્રનાથ ટાગોર જયંતિ પણ ઉજવે છે, પરંતુ દુર્ગા પૂજા એ મુખ્ય અને સૌથી મોટી ઉજવણી ગણાય છે.
આણંદ અને આસપાસના વિસ્તારોમાં વસતા આશરે 200 બંગાળી પરિવારો ઉત્સાહપૂર્વક આ પૂજામાં ભાગ લઈ રહ્યા છે. સંસ્થાના પ્રમુખ શ્રી પાર્થ ચક્રવર્તી, ઉપપ્રમુખ શ્રી સૂનિલ ચાકી, સચિવ શ્રી તાપસ ચૌધરી અને ખજાનચી શ્રી અતાનુ જાના છે.
આ પાવન પ્રસંગે આણંદ શહેર બંગાળી સંસ્કૃતિના રંગોમાં રંગાઈ ગયું છે અને સૌએ ભક્તિ અને આનંદ સાથે મા દુર્ગાના આશીર્વાદ મેળવ્યા.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel