શિયાળાની સિઝન શરૂ થઈ ચૂકી છે અને આ દરમિયાન હાર્ટ એટેકના કેસો પણ વધી જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન મુજબ સવારે 4 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે હાર્ટ એટેક આવવાનો ખતરો વધારે રહે છે. આ સમયે શરીરમાં એપિનેફ્રિન અને કોર્ટિસોલ હાર્મોનનું લેવલ વધી જાય છે. તેના વધવાથી શરીરમાં બ્લડ પ્રેશર વધે છે અને ઓક્સિજનની માગ પણ વધારે હોય છે, જેની સીધી અસર હાર્ટ પર પડે છે. બીપી વધવુ અને ઓક્સિજનની વધારે ડિમાન્ડના કારણે હાર્ટ પર પ્રેશર વધે છે અને અટેક આવી જાય છે.
શિયાળાની સિઝનમાં સવારમાં હાર્ટ અટેકનું રિસ્ક વધારે રહે છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશર અને ફેફસાની સમસ્યા વધારે રહે છે તેમને હાર્ટ અટેકનું રિસ્ક વધારે હોય છે. શિયાળામાં હાર્ટ અટેક આવવાનો ખતરો એટલે હોય છે કારણ કે ઠંડીના કારણે શરીરની રક્તવાહિનીઓ સંકોચાય છે. તેનાથી હાર્ટની નસોમાં બ્લડ સર્ક્યુલેશન ઓછુ થઈ જાય છે અને તેના કારણે બ્લડ પ્રેશર વધે છે. હાર્ટને બ્લડ પંપ કરવા માટે વધારે મહેનત કરવી પડે છે. આ વધતા પ્રેશરના કારણે હાર્ટ અટેક આવી જાય છે.
શું કહે છે નિષ્ણાંત?
સનર ઈન્ટરનેશનલ હોસ્પિટલમાં કાર્ડિયોલોજી વિભાગમાં ડો. ડી.કે.ઝામ્બે શિયાળામાં હાર્ટ અટેકનું રિસ્ક વધારે રહે છે. લોકો કેટલીક ભૂલ પણ કરે છે, જેનાથી હાર્ટ અટેકનું રિસ્ક વધી જાય છે.
આ ભૂલ ના કરો
- વધારે ઠંડીમાં ફરવાનું ટાળો
- અચાનક ઝડપી વર્કઆઉટ ના કરવું
- બ્લડ પ્રેશરની તપાસ ના કરાવવી.
- વધારે પડ્તુ ગળ્યુ ખાવું.
- સ્ટ્રીટ અને જંક ફૂડ ખાવું.
હાર્ટ અટેકનું જોખમ કેવી રીતે ઘટાડવું?
- પુરી ઉંઘ લો- તમારે 9 કલાકની ઉંઘ લેવી જોઈએ. પુરી ઉંઘ લેવાથી હાર્ટ ફિટ રહે છે.
- ઘાસ પર ખુલ્લા પગે ચાલો- સવારની શરૂઆત ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી કરો. ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલ રાખવામાં મદદ મળે છે.
- સવારનો નાસ્તો- સવારનો નાસ્તો કરવાનું ના ભૂલો. આ હાર્ટ માટે ખુબ જ જરૂરી છે.
- ધૂમ્રપાન અને દારૂથી બચો- ધૂમ્રપાન અને દારૂના સેવનથી હાર્ટને નુકસાન પહોંચે છે. જેથી આ વસ્તુઓનું સેવન કરવાથી બચો
- મેડિટેશન- સવારના સમયે મેડિટેશન કરવાથી હાર્ટને ફાયદો મળે છે. તે શાંતિ અને માનસિક સ્થિતિને સુધારવામાં મદદ કરી શકે છે.
- ટેસ્ટ કરાવો- હાર્ટની તપાસ કરાવવી ખુબ જ જરૂરી છે. તેના માટે તમે લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ અને ડોક્ટરની સલાહથી અન્ય તપાસ કરાવી શકો છો.