મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામો ઘોષિત તથા સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપે 18 બેઠકો ઉપર વિજય મેળવ્યો છે.જેમાં ગણતરી પૂર્વે જ ત્રણ બેઠકો બિનહરીફ થઈ ગઈ હતી.જ્યારે આજે 15 બેઠકો ઉપર ભાજપે વિજય મેળવીને પોતાની સત્તા જાળવી રાખી છે.જ્યારે સામે પક્ષે 10 અપક્ષો વિજેતા થયા છે.જેમાં નવ મુસ્લિમ ઉમેદવારોનો સમાવેશ થાય છે.ખાસ કરીને મુસ્લિમ અગ્રણી તરીકે સમગ્ર જિલ્લા અને રાજ્યભરમાં ઓળખાતા કરીમભાઈ મલેકનો ઘણા સમયથી નગરપાલિકામાં ભારે દબદબો હતો,પણ તેઓનો કારમો પરાજય થતા સમગ્ર મુસ્લિમ સમાજમાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.
પ્રાપ્ત વિગતો જોઈએ તો,વોર્ડ નંબર એકમાં દર્શનભાઈ મહેશભાઈ પટેલને (ફીફો)1722 મત, મોનાબેન ચિરાગભાઈ શાહ 1,578 મત,પૂર્વ પ્રમુખ મનિષાબેન કમલેશભાઈ પાંડવ 1570 મત અને સુશીલ કુમાર ગુરુપ્રસાદ કહાર 1484 મત સાથે ભાજપના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા છે.આ વોર્ડ નંબર એકમાં ભાજપને ભારે આવકાર મળ્યો છે. જ્યારે વોર્ડ નંબર 2 માં અને વોર્ડ નંબર ત્રણમાં મુસ્લિમ અપક્ષ ઉમેદવારોનો દબદબો રહ્યો છે.જેમાં વોર્ડ નંબર 2 માં રુકશાનાબેન ઉમરભાઈ વોરા 911 મત,ઝરીના બીબી સોકતઅલી સૈયદ 855 મત, ભાનુભાઈ બેચરભાઈ ચાવડા 1259 મત,એજાજ ખાન હમીરખાન પઠાણ 1134 મત સાથે વિજેતા થયા છે.
વોર્ડ નંબર ત્રણમાં ફરહીનબેન સલીમ મુદ્દ્દીન મલેક 701 મત, નાદીરાબાનો મહંમદ યુનુસ વોરા 1283 મત,મુજીફોદિન મહેમુદમિયા સૈયદ 2265 મત,આરીફ ભાઈ અલ્લા રખા વોરા 2060 મત સાથે વિજેતા થયા છે.
સવોર્ડ નંબર ચારમાં બે અપક્ષ ઉમેદવારો અને બે ભાજપના ઉમેદવારો વિજેતા થયા છે.જેમાં રિઝવાના બાનું સહેજાદ હુસેન મલેક 1132 મત અને ઇમરાનમિયા સફી મિયા મલેક 1298 મતે અપક્ષ તરીકે વિજેતા થયા છે.જ્યારે ભાજપના પારૂલબેન રાજેન્દ્રકુમાર શાહ 1118 મતે અને અભિષેક મણિલાલ શર્મા 1027 મત સાથે ભાજપામાંથી વિજેતા થયા છે.
વોર્ડ નંબર પાંચમાં એક બેઠક ભાજપની બિનહરીફ બની હતી.જેમાં શ્વેતાબેન બુધાભાઈ ભીલનો સમાવેશ થાય છે.જ્યારે આજે વિજેતા થયેલા ભાજપના મુકેશકુમાર ભાઈલાલભાઈ ખલાસીને 1468 મત,રાકેશકુમાર કનુભાઈ સોઢા પરમારને 1674 મત, અને હિનલબેન,શ્યામલભાઈ વ્યાસને 1546 મત મળતા વિજેતા જાહેર કરાયા હતા.
વોર્ડ નંબર છ માં ભાજપાના વર્ષાબેન હસમુખભાઈ વાઘેલા બિનહરીફ બન્યા હતા.જ્યારે આજે વિજેતાઓમાં ભાજપના પાર્વતીબેન મનોજભાઈ વાઘેલા 1727 મત, નિલેશકુમાર રમણભાઈ વાઘેલા 1866 મત અને રણછોડભાઈ પોપટભાઈ ચેખલિયા 1608 મત વિજેતા થયા છે.
સ વોર્ડ નંબર 7 માં આજ પ્રકારે ભાજપના પ્રશાંતકુમાર વિનુભાઈ પટેલ પ્રેરકભાઈ રજનીકાંતભાઈ જોશી અને અલકાબેન પરેશભાઈ જોશી ભારે બહુમત સાથે વિજય થયા છે,જ્યારે આરતીબેન સંજયકુમાર બ્રહ્મભટ્ટ બિનહરીફ અગાઉ ચુંટાઈ આવ્યા હતા.આમ ભાજપે પાલિકાની કુલ 28 બેઠકો પૈકી 18 બેઠકો ઉપર કબજો મેળવીને મહેમદાવાદમાં પોતાની સત્તા જાળવી રાખી ભાજપના ભગવા સતત લહેરાતો રાખ્યો છે.ભાજપનો આ દબદબો જળવાઈ રહેતાં ભારે ઉલ્લાસ સાથે શહેરમાં વિજેતાઓની વિજય યાત્રાઓ નીકળી હતી.
(બોક્સ)
લોરેન્સ બિશ્નોઇના પોસ્ટરોથી
સૌને ભારે અચરજ,
મહેમદાવાદ નગરપાલિકામાં જેમ જેમ ચૂંટણીના પરિણામો આવતાં ગયા તેમ તેમ સમર્થકોનો ઉન્માદ ચરમ સીમાએ પહોંચ્યો હતો.જે પૈકી સમર્થકો દ્વારા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇના પોસ્ટરો દર્શાવતા પોલીસે તુરંત જ આ વ્યક્તિની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.