નવસારી ના ગૌ રક્ષકો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી ભારતીય નસલની ગાયોને રાજમાતા તેમજ ભારતદેશમાં રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નામ જોગ આવેદન આપ્યું
વધુમાં ગૌરક્ષકોએ જણાવ્યું કે હાલ દેશમાં વડા પ્રધાન મોદી અને ગુજરાત માં ભૂપેન્દ્ર પટેલની સરકાર છે.જે ગુજરાતી જનતા જનાર્દન માટે સાધુ સંતો. ગૌ રક્ષકો માટે ગૌરવની વાત છે. અને ભારત દેશમાં જીવદયા પ્રેમી ઓ હર હંમેશાં ગાયની રક્ષા કરવા પ્રતિબદ્ધ છે. અને સરકારે ગાયોનુ કતલ રોકવા માટે કડક કાયદાઓ પણ બનાવ્યો છે. પરંતુ હજુ ગૌ હત્યા બંધ થયું નથી. ભારત દેશમાં ગાયનુ મહત્વ ખૂબ મોટું છે. અને દેશનાં અર્થતંત્રમા મોટી ભાગીદારી છે. તેમજ હિંદુ ધર્મ માં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. દેશમાં વૈદિક કાળથી ગાયોનું મહત્વ રહ્યું છે. અને હિંદુ ધર્મ ની માન્યતાઓ પ્રમાણે ગાયમા ૩૩ કોટી દેવી દેવતાઓનો વાસ રહેલો છે એવું માનવામાં આવે છે. તેજ ગાય ચિકિત્સા રૂપે પણ ખૂબ ઉપયોગી છે તેના છાણ અને ગૌમૂત્ર ના અર્ક માંથી ઘણી બધી ગંભીર પ્રકારની બિમારીની દવાઓ બનાવવામાં આવે છે. તેમજ ગાય સાથે સમસ્ત હિંદુ ધર્મ ના લોકોની આસ્થા જોડાયેલ છે. માટે જે રીતે મહારાષ્ટ્ર સરકાર એ ગાયને રાજ્યમાતા નો દરજ્જો આવ્યો તેમ ગુજરાતમા રાજ્યમાતા સાથે ભારત દેશ રાષ્ટ્રીય માતા નો દરજ્જો આપવાની માંગ નવસારીના જીવદયા પ્રેમીઓ એ કરી.
રિપોર્ટર-અજીતસિંહ ઠાકુર(નવસારી)