વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ભારતીય સમાજમાં કોઈ પણ ધાર્મિક લઘુમતિ પ્રત્યે ભેદભાવ રાખવામાં આવતો જ નથી. આ સાથે તેઓના ટીકાકારોને તેઓએ એમને કઠોર જવાબ આપી દીધો હતો.
ઈંગ્લેન્ડનાં આર્થિક અખબાર ફાયનાશ્યલ ટાઈમ્સને આપેલી એક સામાન્ય મુલાકાતમાં તેઓએ કહ્યું હતું કે, અમારા દેશમાં અભિવ્યક્તિની મુક્તિની આડમાં સર્વગ્રાહી રીતે કેટલાંક તંત્રી-લેખો, ટીવી ચેનલ્સ, સોશ્યલ મીડિયા, વિડીયો અને ટ્વિટસ વગેરે દ્વારા રોજેરોજ આવા આક્ષેપો થતાં જ રહે છે.
જોકે આ મુલાકાત દરમિયાન તેઓએ દેશમાં વસતા ૨૦ કરોડ મુસ્લિમો વિષે કોઈ સીધો સંદર્ભ આપ્યો ન હતો. તેને બદલે તેઓએ દેશના સૌથી નાની લઘુમતિ પારસીઓની આર્થિક સફળતા પ્રત્યે ધ્યાન દોર્યું હતું. જેને તેઓએ દેશની માઈક્રો-માયનોરિટીઝ જણાવી હતી. અને કહ્યું હતું કે, અન્ય સ્થળોએ (દેશોમાં) તેમની ઉપર ત્રાસ ગુજારાતાં તેવો ભારતમાં આવી વસ્યા, અને તેઓ દેશમાં સુખપૂર્વક રહે છે, સમૃદ્ધ થઈ રહ્યા છે.
ભારતમાં પ્રત્યાપણ કર્યું છે તે જ દર્શાવે છે કે ભારતીય સમાજમાં કોઈ પણ ધાર્મિક લઘુમતિ પ્રત્યે ભેદભાવની કોઈ ભાવના જ નથી.
આ તબક્કે ફાયનાન્શ્યલ ટાઇમ્સે પૂછ્યું કે મુસ્લિમો વિરોધી ધિક્કારભરી વાણી ઉચ્ચારવામાં આવે છે અને દેશમાં મુસ્લિમો પ્રત્યે ભેદભાવ રખાય છે. વળી કેન્દ્રમાં કોઈ મુસ્લિમ ઝોન નથી તો તે વિષે તમારે શું કહેવું છે ? વળી તમે તમારી સરકાર મુસ્લિમો ઉપર તૂટી પડી હતી, તેવું કહેવાય છે તો તે વિષે તમારે શું કહેવાનું છે ?
આ પ્રશ્ન સાંભળી વડાપ્રધાન ખડખડાટ હસી પડયા હતા અને કહ્યું હતું કે ટીકાકારોને ટીકા કરવાનો અધિકાર છે. આક્ષેપો મુકવાનો પણ અધિકાર છે. પરંતુ તે સામે નક્કર હકીકતો રજૂ કરી અન્યોને પણ તેનો જવાબ આપવાનો તેટલો જ અધિકાર છે, અને તે પણ નક્કર વાસ્તવિકતાઓ રજૂ કરીને આ સાથે ભારતનું ઓછું મૂલ્યાંકન જ કરવાનો લાંબો ઇતિહાસ તેઓએ જણાવ્યો હતો. અને કહ્યું હતું કે, બ્રિટિશરોએ જ્યારે ૧૯૪૭માં ભારત છોડયું, ત્યારે ભારત માટે ઘણી ગંભીર અને અણછાજતી આગાહીઓ કરી હતી. પરંતુ આપણે જોયું કે, તે બધી જ આગાહીઓ ખોટી પડી છે. તેમજ ભારત વિષે તે સમયે જે અભિગમ હતો તે પણ ખોટો પડયા છે. આ સાથે તેમણે કહ્યું કે, જેઓ તેમની સરકાર વિષે પણ શંકા સેવી રહ્યા હતા તેઓ પણ ખોટા પડયા છે.