ટીવી પ્રોડકશન અને જર્નાલિઝમ ક્ષેત્રનો ૪૦ વર્ષનો અનુભવ ધરાવતા ભારત વંશીય સમીર શાહની બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)ના ચેરમેન પદે વરણી થવા સંભવ છે.
ઉલ્લેખનીય છે કે ૭૧ વર્ષના સમીર શાહને ૨૦૧૯માં મહારાણી ઇલિઝાબેથ બીજાએ ટેલીવિઝન અને સાંસ્કૃતિક ક્ષેત્રે આપેલાં પ્રદાન માટે સી.બી.ઈ. (કમાન્ડર ઓફ ધ મોસ્ટ એક્સેલેન્ડ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર) સી.બી.એસ.નો ખિતાબ આપ્યો હતો.
સમીર શાહ રીચાર્ડ શાર્પનું સ્થાન લેવાના છે. વાસ્તવમાં સાર્પને તેઓએ પૂર્વવડા પ્રધાન બોરિસ જ્હોનસન સાથે કરેલા સંદેશ વ્યવહારને લીધે તેમને ત્યાગપત્ર આપવા જણાવી દેવાનાં તેઓ છૂટા થયા હતા. હવે તેમનું સ્થ્ંાન સમીર શાહ લેશે તે નિશ્ચિત લાગે છે.
તે સર્વવિદિત છે કે, બીબીસી સ્વાયત્ત પ્રસાર માધ્યમ છે પરંતુ તેના ચેરમેનની નિયુક્તિ હાઉસ ઓફ કોમન્સની કલ્ચર, મીડીયા, એન્ડ સ્પોર્ટસ સિલેક્ટ કમીટી દ્વારા કરાતી સઘન પ્રશ્નોત્તરી પછી કરવામાં આવે છે.
ઇંગ્લેન્ડનાં સાંસ્કૃતિક વિભાગનાં મંત્રી લ્યુસી ફ્રેઝર, બુધવારે જણાવ્યું હતું કે તે સિલેક્ટ કમીટીએ શાહને તે પદ માટે યોગ્ય ઠરાવ્યા પછી પણ જે પ્રોસેસ (વિધિ) થાય છે તે પૂરી કરવામાં આવી હતી અને તે પછી જ તેઓની બીબીસીના ચેરમેન પદે વરણી કરાઈ છે.
ઔરંગાબાદમાં જન્મેલા શાહ ૧૯૬૦માં ઇંગ્લેન્ડમાં જઇ વસ્યા હતા, તેઓએ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પણ શિક્ષણ લીધું હતું. ૨૦૨૧માં તેઓએ કમીશન ઓન એથનિક ડીસ્મેરિટીઝ અંગેનો એક રીપોર્ટ તૈયાર કર્યો હતો જે લીસ્ટેસ્ટરમાં ભારત પાક મેચ વખતે થયેલી અથડામણ પછી તૈયાર કરવામાં આવ્યો હતો. તેઓ જુનીયર નામક ટીવી અને રેડીયો પ્રોડકશન કંપનીના સીઈઓ અને માલિક પણ છે. ૨૦૦૭થી ૨૦૧૦ વચ્ચે તેઓ બીબીસીના નોન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદે પણ રહ્યા હતા.