જિલ્લા કક્ષાએથી અધિકારીઓની ત્રણ સભ્યોની બનેલ ટીમ બુધવારે બપોરે 12:00 કલાકની આસપાસ દાદરીયા ખાતેના ઉપલા ફળિયામાં વિકાસના કામોના સ્થળ માપો લીધા હતા અને જેનો રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળી રહે છે.
દાદરીયા માં વિકાસના કામોમાં ડુપ્લીકેશન કે કામો થયા વિના જ નાણાંની ઉચાપત થયા અંગેના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
તપાસ કરતા કરતા ૪ થી ૫ જેટલા વાલોડ તાલુકાના ટીડીઓ પાસેથી ચાર્જ લઈ લેવામાં આવ્યો હતીઅનેન એક ટીડીઓ નિવૃત્ત થયા હતા.
પ્રમાણિક અધિકારીઓએ તપાસ કરી અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલી દીધા છે.
જિલ્લા પંચાયત દાદરિયા ખાતેના સરપંચને નાણાં ભરપાઈ કરવા અને સસ્પેન્ડ કેમ ન કરવા તે માટેની નોટિસો પણ મળી છે અને તેની સમય મર્યાદા પણ પૂરી થઈ હોવા છતાં આજદિન સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરપંચ સામે કે અન્ય જવાબદાર ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવામાં આવ્યા નથી,
અધિકારીઓ જવાબદારોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ખુદ અધિકારીઓ આ ભ્રષ્ટાચારને લાંબી સમય મર્યાદા પૂરી કરી લોકોનો સરકાર પરનો વિશ્વાસ ઉઠી જાય તે હદે ઢીલ કરી રહ્યા છે.