ભક્તિભાવ અને ઉત્સાહ સાથે નાનીબોરૂ ગામે વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને ભાગવત સપ્તાહમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ઉજવાયો. આ ક્થા દરમિયાન વિજયબાપુ સહિત સંતો મહંતો, રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિ રહેલી.
ધોળકા પાસે આવેલા નાનકડા અને ધર્મપ્રેમી નાનીબોરૂ ગામમાં પિતૃઓના મોક્ષાર્થે શિવકુંજ આશ્રમ જાળિયાના વિશ્વાનંદ માતાજીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ક્થા પ્રસંગો સાથે રાસ અને સંકીર્તન સાથે સાંપ્રત ચિંતન લાભ મળ્યો છે.
ભાગવત સપ્તાહમાં કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ પ્રસંગ ભારે ઉમંગ ઉત્સાહ સાથે ઉજવાયો. વિશ્વાનંદ માતાજી દ્વારા ગોપીગીત મહિમા ગાન સાથે ક્થા પ્રસંગોનું ભાવવાહી નિરૂપણ થયું.
સમસ્ત નાનીબોરૂ ગામનાં સંકલન સાથે હાલાણી એજ્યુકેશનલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ આણંદ દ્વારા થયેલ આયોજનમાં સતાધાર વિજયબાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી, તેઓએ સમાજમાં ભાગવત, રામાયણ અને ગીતાજીની અનિવાર્યતા જણાવી વર્તમાનમાં સંસ્કાર માટે આવા ધાર્મિક આયોજનનો રાજીપો વ્યક્ત કર્યો.
અગ્રણી ભાવિનભાઈ રાવલ તથા શાંતિરામબાપુએ પણ પ્રાસંગિક વાત કરતાં નાનીબોરૂમાં યોજાયેલ ભાગવત ક્થા આયોજનને બિરદાવેલ. રણછોડદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ રહી.
મંગળવારથી સોમવાર દરમિયાન નાનીબોરૂ ગામમાં આ ધર્મ પ્રસંગે રાજુભાઈ (તાજુદ્દીનભાઈ) હાલાણી અને હબીબભાઈ હાલાણી અને કાર્યકરોના સંકલન સાથે ભાવિક શ્રોતાઓ કથામૃત સાથે ભોજનપ્રસાદ લાભ લીધો.
ક્થા પ્રસંગે કરિશ્માનાથ માતાજી ઉજ્જૈન, અગ્રણીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દેવુસિંહ ચૌહાણ, અર્જુનસિંહ ચૌહાણ, કિરીટસિંહ ડાભી, મયુરભાઈ રાવલ, નીતિનભાઈ પેથાણી, મહેશભાઈ પતંગ, વિજયભાઈ ધોળકિયા, કાળુભાઈ ડાભી, ઘનશ્યામસિંહ મોડ, દાદભા રાઠોડ સહિત અગ્રણીઓ જોડાયાં હતાં.
શિવકુંજ આશ્રમ પરિવારના નંદલાલ જાની, અનંતભાઈ શાસ્ત્રી અને ગ્રામજનોના સુંદર સંકલન સાથે આ કથામાં સંતો મહંતો, રાજકીય અને સામાજિક મહાનુભાવોની ઉપસ્થિતિ રહેલી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel