અમેરિકાના લોસ એન્જેલસ શહેરમાં શનિવારે સાંજના સમયે એક ભયાનક ઘટના બની હતી, જ્યારે સાંતા મોનિકા બુલેવાર્ડ પર આવેલી એક મ્યૂઝિક વેન્યૂની બહાર એક કાર અચાનક લોકોની ભીડમાં ઘૂસી ગઈ. આ અણધારી ઘટનામાં કુલ 28 લોકો ઘાયલ થયા છે, જેમાથી 10 લોકોની હાલત અત્યંત ગંભીર હોવાનું સ્થાનિક તંત્રએ જાહેર કર્યું છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે.
હજી સુધી આ દુર્ઘટનાને લઈને સ્પષ્ટતા મળી નથી કે તે હુમલો હતો કે પછી અકસ્માત. ઘટનાની ગંભીરતા જોઈને ફાયર વિભાગની લગભગ 100થી વધુ એમરજન્સી વાહનો ઘટના સ્થળે તરત પહોંચી ગઈ હતી. ઈસ્ટ હોલિવૂડ વિસ્તારના ભવ્ય અને વ્યસ્ત સેન્ટા મોનિકા બુલેવાર્ડ, જ્યાં ઘણી ફિલ્મી હસ્તીઓના ઘરો પણ આવેલાં છે, ત્યાં આ ઘટના બની હોય તે કારણોસર વધુ ચિંતા ઊભી થઈ છે.
🚨BREAKING: VEHICLE STRIKES CROWD IN LOS ANGELES
– Over 20 injured, several critically hurt
– Incident occurred on Santa Monica Boulevard
– Investigation underway#LosAngeles #bcafc #ZeeNuNew #Drill pic.twitter.com/BXzr0dNWid
— Eyes on the Globe (@eyes_globe) July 19, 2025
પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક ચશ્મદીડોને એમ પણ લાગે છે કે કારના ડ્રાઈવર બેહોશ થઈ ગયો હતો, જેના કારણે તેણે વેન્યૂના બહાર ભેગા થયેલા લોકોની ભીડમાં કાર ચલાવી દીધી. ઇજાગ્રસ્તો પૈકી કેટલાક લોકો રસ્તા પર બેઠા હતા અને કેટલાક મ્યૂઝિક વેન્યૂમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ ઘટના બની.
સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગે સમગ્ર વિસ્તારમાં કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. કાર ચાલક કોણ હતો, તેની ઓળખ હજુ સુધી બહાર આવી નથી. તંત્રએ કહ્યું છે કે તેઓ સીસીટીવી ફૂટેજ, ચશ્મદીડોના નિવેદન અને ટેકનિકલ પુરાવાના આધારે ઘટના પાછળનું સાચું કારણ શોધી રહ્યાં છે.
આ ઘટનાએ આખા શહેરમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે અને લોકોમાં ભય ફેલાયો છે. ઘણા નાગરિકોએ સોશિયલ મીડિયા પર તાકીદે સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવાની માગ પણ ઉઠાવી છે.