મણિપુરમાં જાતીય સંઘર્ષને ‘રાજનીતિક સમસ્યા’ ગણાવતા સેનાના પૂર્વ કમાનના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ કલિતા રાણા પ્રતાપ કલિતાએ ગઈ કાલે કહ્યું હતું કે, જ્યાં સુધી સુરક્ષાદળો પાસેથી લૂંટી લેવામાં આવેલા લગભગ 4,000 હથિયાર સામાન્ય લોકો પરથી લઈ ના લેવાઈ ત્યાં સુધી હિંસાની ઘટના ચાલુ રહેશે.
પૂર્વ કમાનના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફએ એમ પણ કહ્યું હતું કે, ભારત મિઝોરમ અને મણિપુરમાં સામાન્ય ગ્રામીણો, સૈન્ય અથવા પોલીસ સહિત મ્યાનમારમાંથી શરણ લેનારા કોઈ પણ વ્યક્તિને આશ્રય આપી રહ્યું છે પરંતુ માદક પદાર્થોના તસ્કરોના ઉગ્રવાદી સમૂહોના સશસ્ત્ર કેડરોને નહીં.
રાજકીય રીતે રોકી શકાય છે હિંસા
કલિતાએ ગુવાહાટી પ્રેસ ક્લબમાં માડિયા સાથે વાતચીતમાં કહ્યું કે, અમારો પ્રયાસ હિંસા રોકવી અને સંઘર્ષના બંને પક્ષોને રાજકીય સમસ્યાના શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રેરિત કરવાનો છે. કારણ કે અંતે તો સમસ્યાનું રાજકીય સમાધાન જ થવાનું છે.
તેમણે કહ્યું કે, જ્યાં સુધી જમીનની સ્થિતિનો સવાલ છે તો ભારતીય સેનાનો ઉદ્દેશ્ય શરૂઆતમાં પોતાના ઘરોમાંથી વિસ્થાપિત થયેલા લોકો માટે બચાવ અને રાહત અભિયાન ચલાવવાનો હતો. કલિતાએ કહ્યું કે, ત્યારબાદ અમે હિંસાને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ જેમાં અમને ઘણી હદ સુધી સફળતા મળી છે. પરંતુ બે સમુદાયો મેતેઈ અને કૂકી વચ્ચે ધ્રુવીકરણને કારણે કેટલીક જગ્યાએ ઘટના ઘટી રહી છે.
ત્રણ સમદાયો વચ્ચે વિરાસત સબંધિત મુદ્દા
સંઘર્ષ શરૂ થયાના સાડા છ મહિનાથી વધુ સમય બાદ પણ મણિપુરમાં શા માટે સામાન્ય સ્થિતિ પાછી નથી આવી તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, રાજ્યમાં રહેતા ત્રણ સમુદાયો – મેતેઈ, કુકી અને નાગા વચ્ચે કેટલીક વિરાસત સબંધિત મુદ્દા છે. લેફ્ટનન્ટ જનરલે કહ્યું કે આ અગાઉ 1990ના દાયકામાં કુકી અને નાગાઓ વચ્ચે સંઘર્ષ થયો હતો જેમાં લગભગ 1,000 લોકો માર્યા ગયા હતા.
લૂંટી લેવામાં આવેલા 4,000 હથિયારો લોકો પાસે
કલિતાએ કહ્યું કે, ભારત-મ્યાનમાર સરહદના માધ્યમથી માદક પદાર્થોની સાથે-સાથે હથિયારોની તસ્કરી પણ બંધ થઈ ગઈ છે. જોકે કેટલીક છૂટી છવાઈઘટનાઓ બની શકે છે. તેમણે ભાર આપતા કહ્યું કે, પરંતુ 4,000 શસ્ત્રો પહેલેથી જ ખુલ્લામાં છે તો મને લાગે છે કે બહારથી શસ્ત્રો લાવવાની કોઈ જરૂર નથી.