તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાં આવેલા પાટનચેરુ મંડળમાં આવેલી સિગાચી ફાર્મા કંપનીમાં થયેલો ભયંકર વિસ્ફોટ વધુ એક ઉદ્યોગિક દુર્ઘટનાના રૂપમાં સામે આવ્યો છે. સવારે લગભગ 7 વાગ્યે કંપનીના રિએક્ટરમાં થયેલા જબરદસ્ત વિસ્ફોટ બાદ આગે તીવ્ર સ્વરૂપ ધારણ કરી લીધું, જેને કારણે આખી ફેક્ટરી ધૂમાડાથી ઘેરાઈ ગઈ. દુર્ઘટના સમયે અનેક શ્રમિકો ફેક્ટરીના અંદર કાર્યરત હતા અને ઘણા લોકો આગમાં ફસાઈ ગયા હતા. હાલના અહેવાલો અનુસાર આ દુર્ઘટનામાં અંદાજે 10 શ્રમિકોના મૃત્યુની આશંકા છે, જયારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમમાંથી કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આગની જાણ થતા તરત જ 11 ફાયર એન્જિન સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક રીતે આગ બુઝાવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફેક્ટરીમાંથી ઉઠતા ઘનધોળા ધૂમાડા દૂરથી દેખાઈ રહ્યા હતા અને સ્થાનિકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા રેસ્ક્યૂ કામગીરી સતત ચાલી રહી છે અને અંદર હજુ પણ કેટલાક લોકો ફસાયેલા હોવાની ભીતિ છે, જેના કારણે મૃત્યુઆંકમાં વધારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Telangana: Reactor blasts at pharma unit in Sanagreddy, several injured
Read @ANI Story | https://t.co/kCeGCWxgtU#Telangana #reactorblast #blast #fire pic.twitter.com/sDVencPJTx
— ANI Digital (@ani_digital) June 30, 2025
આગના ચોક્કસ કારણની હજુ સુધી પુષ્ટિ થઈ નથી, પણ પ્રાથમિક અનુમાન મુજબ રિએક્ટરમાં કોઈ ટેક્નિકલ ખામી કે ઓવરહિટિંગના કારણે આ વિસ્ફોટ થયો હોવાની શક્યતા છે. અકસ્માતમાં દાઝેલા શ્રમિકોને તરત નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે જ્યાં તેઓનું ઈલાજ ચાલી રહ્યું છે.
આ દુર્ઘટનાએ ફરી એક વખત કેમિકલ ઉદ્યોગોમાં સુરક્ષા માપદંડોની ઘાટતી પર પ્રશ્નચિહ્ન ઉભું કર્યું છે. સરકાર અને તાત્કાલિક પ્રતિક્રિયા આપતી એજન્સીઓએ તપાસ શરૂ કરી છે અને આગ અને વિસ્ફોટના મૂળ કારણને લઈને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. લોકો અને શ્રમિક સંગઠનો તરફથી પણ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel