“સ્વચ્છતા નો સત્યાગ્રહ, નડિયાદનો આગ્રહ” અભિયાન હેઠળ નડિયાદને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા પ્રત્યે લોકજાગૃતિ લાવવાના હેતુથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવજીની અધ્યક્ષતામાં અને વિવિધ સામાજિક સંસ્થાઓ, સરકારી વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા નડિયાદ બસ સ્ટેન્ડ થી એન.ડી. દેસાઈ હોસ્પિટલ સુધીના મુખ્ય માર્ગ પર શ્રમદાન કરવામાં આવ્યું હતું અને જાહેરમાં કચરો ફેંકી ગંદકી ફેલાવતા વેપારીઓ અને રહીશોને દંડ કરવામાં આવ્યો હતો. સાથે વિસ્તારના દુકાનદારોને, સંતરામ શાક માર્કેટ અને ફ્રૂટ વેચતા લારી વાળાઓ કચરો કચરાપેટીમા ભેગો કરી ડોર ટુ ડોર કલેક્શન ગાડી દ્વારા નિકાલ કરવાની કડક સૂચના આપી હતી.
આ કાર્યક્રમ ખાતે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કિન્નરી બેન, ભાજપ સંગઠન પ્રમુખ તેજસભાઈ, ચીફ ઓફિસર રુદ્રેશભાઈ, વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ, નગરપાલિકાના કાઉન્સિલરઓ, સંગઠનના પદાધિકારીઓએ ઉપસ્થિત રહી શ્રમદાન કર્યું હતું.