વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ આજે મધ્ય પ્રદેશને નવા મુખ્યમંત્રી મળી ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતના અતિથિઓની હાજરીમાં મોહન યાદવે મુખ્યમંત્રી પદના શપથ લીધા. મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. મોહન યાદવની સાથે સાથે બે ડેપ્યુટી CM જગદીશ દેવડા તથા રાજેન્દ્ર શુક્લાએ પણ શપથ લીધા. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણથી ધાસભ્ય છે તથા OBC છે. તેઓ લાંબા સમયથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે પણ જોડાયેલા છે. શપથગ્રહણ સમયે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, વિધાનસભા સ્પીકર નરેન્દ્ર તોમર પણ હાજર હતા.
#WATCH | BJP leader Mohan Yadav takes oath as the Chief Minister of Madhya Pradesh.
Prime Minister Narendra Modi and other senior NDA leaders attend the ceremony. pic.twitter.com/aXWZMPyXBH
— ANI (@ANI) December 13, 2023
મધ્ય પ્રદેશના નવા ડેપ્યુટી રાજેન્દ્ર શુક્લા શપથ પહેલા ઘાયલ પણ થઈ ગયા હતા. તેમના નિવાસસ્થાને જ સમર્થકોની ધક્કામુક્કીમાં તેમને ખભામાં ઈજા આવી હતી. જે બાદ ડૉક્ટરે પણ તેમની તપાસ કરી હતી.
#WATCH | Prime Minister Narendra Modi arrives at the venue of the swearing-in ceremony of Madhya Pradesh CM-designate Mohan Yadav, in Bhopal. pic.twitter.com/a3o53yGMFp
— ANI (@ANI) December 13, 2023
રાજસ્થાનમાં બ્રાહ્મણ CM કેમ?
ભારતમાં સૌથી વધુ બ્રાહ્મણ રાજસ્થાનમાં જ રહે છે, જેથી રાજસ્થાનમાં બ્રાહ્મણ CM આપીને ભાજપે આખા દેશમાં સંદેશ આપવા પ્રયાસ કર્યો છે. દેશમાં પાંચ ટકા બ્રાહ્મણ વસ્તી છે, જ્યારે રાજસ્થાનમાં આઠ ટકા બ્રાહ્મણો રહે છે. બ્રાહ્મણોને ભાજપના કોર વોટર માનવામાં આવે છે, એવામાં 2024માં ભાજપ કોર વૉટર્સને રાજી રાખવા માંગે છે. રાજસ્થાનમાં બીજા બે ડેપ્યુટી CM આપીને જાતિઓને બેલેન્સ કરવામાં આવી છે. દિયા કુમારી રાજપૂત છે અને રાજપરિવરથી આવે છે જ્યારે પ્રેમચંદ બૈરવા દલિત પરિવારના છે.
#WATCH | Former Madhya Pradesh CM Shivraj Singh Chouhan and Union Minister Jyotiraditya Scindia arrive at the venue of the swearing-in ceremony of Madhya Pradesh CM-designate Mohan Yadav, in Bhopal. pic.twitter.com/Nqf57A5UQJ
— ANI (@ANI) December 13, 2023
મધ્ય પ્રદેશમાં OBC કાર્ડ
મધ્ય પ્રદેશમાં સંગઠન સાથે જોડાયેલા નેતા મોહન યાદવને CM બનાવવામાં આવ્યા છે, મોહન યાદવ ABVPથી રાજકારણ કરી રહ્યા છે. 2013માં પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. મોહન યાદવને CM બનાવીને ભાજપે ઉત્તર પ્રદેશ અને બિહારના વૉટર્સને સંદેશ આપ્યો છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી જ્યારે બિહારમાં રાષ્ટ્રીય જનતા દળના કારણે યાદવ વોટ ભારતીય જનતા પાર્ટીને મળતા નથી, લાલુ યાદવ અને અખિલેશ યાદવની પાર્ટી મોટા ભાગના યાદવ વોટને લઈ જાય છે. બંને રાજ્યોમાં 10થી 12 ટકા વસ્તી યાદવોની છે. સાથે સાથે એક બ્રાહ્મણ અને એક દલિત નેતાને ડેપ્યુટી CM બનાવવામાં આવ્યા છે.
છત્તીસગઢમાં આદિવાસી CM
જો છત્તીસગઢની વાત કરીએ તો વિષ્ણુદેવ સાય આદિવાસી સમાજથી આવે છે અને તેઓ ચાર વખત સાંસદ, બે વખત ધારાસભ્ય, કેન્દ્રીય રાજ્યમંત્રી તથા ત્રણ વખત પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેમની આદિવાસી ગઢમાં મજબૂત પકડ છે. આ વખતે આદિવાસી વિસ્તારોમાં ભાજપે શાનદાર પ્રદર્શન કર્યું છે અને મોટા ભાગની બેઠકો કબજે કરી છે. છત્તીસગઢમાં 34 ટકા વસ્તી આદિવાસીઓની જ છે. એવામાં લોકસભા ચૂંટણીના ચાર પાંચ મહિના પહેલા આદિવાસી નેતાને મોટું પદ આપીને ભાજપે આદિવાસી વૉટર્સને ખુશ કરવા પ્રયાસ કર્યો છે. સાથે સાથે દેશભરમાં ભાજપની છવિ એવી બનશે કે પાર્ટી દ્વારા દરેક વર્ગને મોકો આપવામાં આવે છે.