ખેડા જિલ્લામાં નડિયાદ મહાનગરપાલિકા દ્વારા ડાકોર રોડ પર આવેલ ગ્રાઉન્ડ ઉપર ગણેશ વિસર્જન માટે વિશેષરૂપે આર્ટિફિશિયલ પોંડ બનાવવામાં આવ્યું હતું. આ કામગીરીનું સ્થળ પર જઈને મહાનગરપાલિકા કમિશનરએ નિરીક્ષણ કર્યું.
નિરીક્ષણ દરમિયાન ગણપતિજીની મૂર્તિ વિસર્જન કરવા આવેલા ભક્તજનો દ્વારા શાંતિપૂર્ણ રીતે વિસર્જન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. કમિશનરએ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરીને ભક્તજનો સાથે વાતચીત કરી અને મહાનગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અંગે સંતોષ વ્યક્ત કર્યો.
આ પ્રસંગે અગ્નિશામક દળની ટીમ પણ સ્થળ ઉપર તત્પર રહી પોતાની ફરજ બજાવી રહી હતી. કમિશનરએ ભક્તજનોને નમ્ર વિનંતી કરી કે તેઓ પર્યાવરણને અનુકૂળતા જળવાય તે માટે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આ આર્ટિફિશિયલ પોંડમાં જ ગણપતિજીનું વિસર્જન કરે.
મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ આ વ્યવસ્થાથી પાણીનું પ્રદૂષણ અટકીને સ્વચ્છતા તથા પર્યાવરણની સુરક્ષા શક્ય બની રહેશે.
રિપોર્ટર – યેશા શાહ (ખેડા)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel