તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા કરતાં શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનું રસપૂર્ણ આખ્યાન ગાન કર્યું અને કહ્યું કે, નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ પંચમુખી ચેતના છે.
રામચરિત માનસ ચોપાઈ પંક્તિઓ ‘ બિસ્વનાથ મમ નાથ પુરારી, ત્રિભુવન મહિમા બિદિત તુમ્હારી’ ‘નાથ કૃપા અબ ગયઉ બિષાદા, સુખી ભયઉ પ્રભુ ચરન પ્રસાદા…’ કેન્દ્ર સૂત્ર રાખી શ્રી મોરારિબાપુના વ્યાસાસને રામકથા ‘માનસ ગોપનાથ’ લાભ મળી રહ્યો છે.
આદિ કવિ શ્રી નરસિંહ મહેતાની સાધનાસ્થળીમાં કથાના પાંચમાં દિવસે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, નરસિંહ એટલે વેદાંત, પ્રશાંત, ભેદાંત, એકાંત અને ભાવાંત એમ પંચમુખી ચેતના છે. વેદાંત એટલે તેમનું તત્ત્વ ચિંતન, પ્રશાંત એટલે તેમની સ્થિરતા, ભેદાંત એટલે તેમણે તોડેલા સામાજિક ભેદ, એકાંત એટલે તેમનું ભજન કીર્તન અને ભાવાંત એટલે તેમનો એક ભાવ, એમ સવિસ્તાર તત્ત્વ અર્થ નિરૂપણ કર્યું.
તીર્થસ્થાન ગોપનાથમાં રામકથા કરતાં શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાના પિતાશ્રીના શ્રાદ્ધનું રસપૂર્ણ આખ્યાન ગાન કર્યું અને સૌને ભરોસો, ભક્તિ સાથે હળવો હાસ્યભાવ પીરસ્યો. આ પ્રસંગે ભગવાન ગરુડ પર નહી પણ નરસિંહના પદ પર આવ્યાનું જણાવ્યું. આજના શ્રાદ્ધ પ્રસંગ સાથે શ્રી મોરારિબાપુના ભાવ આગ્રહથી પ્રભુપ્રસાદ ભોજનમાં અન્ય વ્યંજનો સાથે પૂરી દૂધપાક પીરસવામાં આવેલ.
ક્થા લાભ લેતાં ભાવિકોને શ્રી મોરારિબાપુએ સામાજિક સંકલ્પો માટે કટિબદ્ધ થવા જણાવી સંગ્રહ ન કરવા, જળ બચાવવા, વૃક્ષો વાવવા, વેરઝેર વિવાદ ટાળવા, ઊંચનીચ ભેદ મિટાવવા તેમજ ઈષ્ટનું સ્મરણ કરવાં ભાર પૂર્વક અનુરોધ કર્યો. શાસ્ત્રોમાં દેશકાળ અને પાત્રો સંદર્ભે વિવેક રાખવા પર પણ શિખામણ આપી.
રામકથા ‘માનસ ગોપનાથ’ પ્રસંગ વર્ણનમાં શિવ પાર્વતી સંવાદ સાથે દક્ષ પ્રજાપતિ યજ્ઞ અને સતીનો દેહત્યાગ પછી શિવ અને સતીના આગળના અવતારની કથા થઈ.
ગોપનાથ જગ્યાના મહંતો શ્રી સીતારામબાપુ અને શ્રી આત્માનંદ સરસ્વતી, શ્રી રઘુરામબાપા, શ્રી રાધેકૃષ્ણ શાસ્ત્રી તેમજ મહાનુભાવો સાથે પૂર્વ સાંસદ શ્રી ભારતીબેન શિયાળ, લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવે, કવિ શ્રી નીતિન વડગામા સાથે ભાવિક શ્રોતાઓ કથામાં જોડાયાં.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel