ખાલિસ્તાનના અલગતાવાદી નેતા ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરામાં આરોપી ભારતીય નાગરિક નિખિલ ગુપ્તાએ અમેરિકાની ફેડરલ કોર્ટમાં પોતાના ગુનો સ્વીકારી લીધો છે. આ કબૂલાત 13 ફેબ્રુઆરીના રોજ મેનહટનની સુનાવણી દરમિયાન આપવામાં આવી, જેમાં ગુપ્તાએ જણાવ્યું કે તેણે હત્યાનું કાવતરું ઘડ્યું અને મની લોન્ડરિંગમાં સામેલ હતો.
પૂર્વે, જૂન 2024માં નિખિલ ગુપ્તાએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. પરંતુ હવે, અમેરિકન મેજિસ્ટ્રેટ જજ સારા નેટબર્ન સામે અરજી દાખલ કરીને તેણે પોતાનો દોષ સ્વીકારી લીધો છે. આ મામલે દોષ સાબિત થવા પર ગુપ્તાને મહત્તમ 40 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.
કાવતરું વર્ષ 2023માં ખુલ્યું હતું
આ કાવતરું પ્રથમવાર 2023માં ખુલ્યું હતું, જયારે અમેરિકન સત્તાવાળાઓએ ન્યૂયોર્ક સિટીમાં પન્નુની હત્યાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. આરોપ અનુસાર, નિખિલ ગુપ્તાએ એક ભારતીય સરકારી અધિકારીના સૂચન પર આ યોજના બનાવવામાં આવી હતી અને અમેરિકામાં હત્યાના માટે $15,000 ડોલરની રોકડ રકમ પણ ચૂકવવામાં આવી હતી.
પન્નુ, જે શીખ ફોર જસ્ટિસ સંસ્થા સાથે જોડાયેલો છે અને જેના પર ભારતમાં પ્રતિબંધ છે, અમેરિકન અને કેનેડિયન નાગરિકતા ધરાવે છે. આ બનાવે આંતરરાષ્ટ્રીય સ્તરે રાજકીય અને કાયદાકીય દબાણ ઉભું કર્યું છે.
ધરપકડ અને પ્રત્યાર્પણ પ્રક્રિયા
નિખિલ ગુપ્તાની ધરપકડ જૂન 2023માં ચેક રિપબ્લિકમાં કરવામાં આવી હતી. ત્યારબાદ 2024માં તેને અમેરિકામાં પ્રત્યાર્પિત કરાયું. આ કેસને કેનેડામાં થયેલી અન્ય શીખ અલગતાવાદી હત્યાના પ્રયાસ સાથે પણ જોડવામાં આવે છે, જેના કારણે ભારત, અમેરિકા અને કેનેડા વચ્ચે રાજકીય તણાવનો પણ પ્રશ્ન ઉભો થયો હતો.
કાયદા અને આંતરરાષ્ટ્રીય અસર
અમેરિકા આ કિસ્સાને વ્યક્તિગત કાયદા અને કાયદાનું શાસન તરીકે જોઈ રહ્યું છે, જ્યારે ભારત તેને આતંકવાદ અને ખાલિસ્તાન સાથે જોડીને જોવે છે. નિખિલ ગુપ્તાની કબૂલાતથી કાવતરાખોરોની વધુ ઊંડી તપાસ માટે નવા માર્ગ ખુલશે અને આગામી સજા સુનાવણી 15 મે, 2026ના રોજ યોજાશે.
આ મામલે ભારત-અમેરિકા વચ્ચેના રાજકીય અને કાયદાકીય સંવાદ પર મહત્વપૂર્ણ અસર પડી શકે છે, ખાસ કરીને ખાલિસ્તાન ટેરરવાદ અને આંતરરાષ્ટ્રીય રાજકીય હત્યાના કાવતરાના મુદ્દે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel