ચંદ્રયાન-3 માટે પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ લેન્ડર-રોવરને ચંદ્ર પર લઈ જવા માટે કરવામાં આવ્યો હતો. ISROએ મંગળવારે જાહેરાત કરી પ્રોપલ્શન મોડ્યુલ પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું છે. ઈસરોએ આ મિશનને એક અનોખો પ્રયોગ ગણાવ્યો હતો. એવામાં હવે પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ઈસરોને પણ અભિનંદન પાઠવ્યા હતા.
Congratulations @isro. Another technology milestone achieved in our future space endeavours including our goal to send an Indian to Moon by 2040. https://t.co/emUnLsg2EA
— Narendra Modi (@narendramodi) December 6, 2023
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રથી પૃથ્વી પર લાવવાની સફળતાને ટેકનોલોજીકલ સિદ્ધિ ગણાવી હતી. ઇસરોને અભિનંદન પાઠવતા તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે, ‘2040 સુધીમાં ચંદ્ર પર ભારતીય મોકલવાના આપણા ધ્યેય સહિત આપણા ભાવિ અવકાશ પ્રયાસોમાં અન્ય એક ટેક્નોલોજી માઈલસ્ટોન હાંસલ કર્યો, અભિનંદન.’
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) એ જણાવ્યું હતું કે અન્ય એક અનોખા પ્રયોગમાં, વિક્રમ લેન્ડર પરના HOP પ્રયોગની જેમ, ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડ્યુલ (PM) ચંદ્રની આસપાસની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની આસપાસની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું હતું.
Chandrayaan-3 Mission:
Ch-3's Propulsion Module (PM) takes a successful detour!
In another unique experiment, the PM is brought from Lunar orbit to Earth’s orbit.
An orbit-raising maneuver and a Trans-Earth injection maneuver placed PM in an Earth-bound orbit.… pic.twitter.com/qGNBhXrwff
— ISRO (@isro) December 5, 2023
ઈસરોએ કહ્યું કે પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પાછા લાવવાના પ્રયોગનો મુખ્ય ફાયદો આગામી મિશનની યોજના કરતી વખતે થશે. ખાસ કરીને ચંદ્ર પરથી પૃથ્વી પર મિશનને પાછું લાવવામાં. હાલમાં, મોડ્યુલ માટે સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે પ્રારંભિક તબક્કામાં છે.’ ચંદ્રયાન-3 મિશનનું પ્રોપલ્શન મોડ્યુલ 17 ઓગસ્ટ 2023ના રોજ વિક્રમ લેન્ડરથી અલગ થઈ ગયું હતું અને તે ચંદ્રની આસપાસ ફરતું હતું.
ઈસરોએ મંગળવારે આ મિશનને એક અનોખો પ્રયોગ ગણાવ્યો હતો. નોંધનીય છે કે ચંદ્રયાન માટેના પ્રોપલ્શન મોડ્યુલનો ઉપયોગ લેન્ડર-રોવરને ચંદ્ર પર લઈ જવા માટે કરવામાં આવ્યો હતો.