ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું નાક એટલે કે તેનું એન્જિન 15 મીટર લાંબુ હશે. હવે તમે જ કહો કે આટલા લાંબા એન્જિનનો હેતુ શું હોય શકે? આવો દેખાવ કેમ રાખવામાં આવ્યો છે? પરંતુ આ દેખાવ નથી પરંતુ તેની પાછળ એક વૈજ્ઞાનિક કારણ રહેલું છે. બુલેટ ટ્રેન આંખના પલકારામાં ઘણું લાંબુ અંતર કાપી શકે છે. ટનલમાંથી શાંતિથી ચાલતી વખતે જોરથી અવાજ આવવાની શક્યતા છે. તો આ અવાજ ઓછો કરવા માટે બુલેટ ટ્રેનનું એન્જિન આટલું લાંબુ રાખવામાં આવ્યું છે.
‘લાંબા નાક’નો આ છે હેતુ
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન જાપાનની શિનકાનસેન E-5 સિરિઝની પ્રથમ ટ્રેન હશે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના અધિકારીઓએ આ અંગેની માહિતી આપી હતી. આ બુલેટ ટ્રેનનું નાક 15 મીટર લાંબુ હશે. આ બુલેટ ટ્રેન 320 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેક પર દોડશે. આ લાંબા નાકનો ઉપયોગ ટ્રેક પર દોડતી વખતે અવાજ ઓછો કરવા માટે કરવામાં આવશે.
નાગરિકો અને મુસાફરોને તકલીફ નહીં પડે
હાલમાં ગુજરાતમાં મુંબઈથી સાબરમતી વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવા જઈ રહી છે. બુલેટ ટ્રેનના ટ્રેકની બંને તરફ નોઈઝ બેરિયર લગાવવામાં આવ્યા છે. આથી રહેણાંક વિસ્તારો ઔદ્યોગિક વિસ્તારોના નાગરિકો અને મુસાફરોને અવાજની કોઈ સમસ્યા રહેશે નહીં. આ પ્રકારની ડિઝાઇન અને અન્ય પગલાં એટલા માટે લેવામાં આવ્યા છે કે, જેથી બુલેટ ટ્રેનની અંદરના ભાગમાં પણ આ બહારનો અવાજ આવે નહીં. આ બુલેટ ટ્રેન હાલમાં જાપાનમાં ચાલી રહેલી બુલેટ ટ્રેન જેવી જ હશે. ભારતીય આબોહવા અનુસાર તેમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રવાસ રહેશે શાનદાર
ભારતમાં ચાલતી બુલેટ ટ્રેન ખૂબ જ ખાસ હશે. તેને ભારતીય વાતાવરણ અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે. મુસાફરોને આ પ્રવાસનો સુખદ અનુભવ થશે. આ યાત્રાને ખાસ બનાવવા માટે સરકાર તમામ પ્રકારના પ્રયાસો કરી રહી છે. દુનિયાભરમાંથી બુલેટ ટ્રેનનો અનુભવ એકત્ર કરવાના આધારે કેટલાક ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
આ ટ્રેન યાત્રાને અત્યંત સુખદ અનુભવ કરાવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુસાફરોને ખ્યાલ નહીં આવે કે તેઓ 320 કિમી પ્રતિ કલાકની બુલેટ ટ્રેનમાં બેઠા છે. આ ટ્રેનનું સસ્પેન્શન મજબૂત હશે. તેથી મુસાફરોને ખ્યાલ નહીં આવે કે તેઓ આટલી વધુ ઝડપે મુસાફરી કરી રહ્યા છે.