વસોના પલાણા ગામના તલાટી કમ મંત્રી નરેન્દ્ર ધનશ્યામ વાઘેલા ને નડિયાદ નજીક ના ડભાણ ગામ ખાતે હાઇવે રોડ પર આવેલ તુલસી ફૂડ કોર્ટ માં રૂપિયા ૫૦૦૦ ની લાંચ લેતા ખેડા એસીબી પીઆઈ વી આર વસાવા અને ટીમે રંગે હાથ ઝડપી પાડયો છે
પ્રાપ્ત માહિતી અનુસાર વસોના પલાણા ગામમાં રહેતા એક વ્યક્તિ એ પોતાના અને કૌટુંબિક ભાઈઓના નામની ગામ ખાતે આવેલ જમીનોની વારસાઈ | કરાવવા માટે તથા જમીનો પર જે ધરોનું ગેરકાયદેસર બાંધકામ થયેલ હોય તે ઘરોના નંબરો સહિતની લખો લો મેળવવા માટે તા-૦૯/૦૨/૨૦૨૫ ના રોજપલાણા ગ્રામ પંચાયતમાં અરજી આપી હતી આ અરજીના અનુસંધાનમાં પલાણા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા નરેન્દ્ર ધનશ્યામ વાઘેલા એ આ વ્યક્તિ પાસે લાજ પેટે રૂપિયા ૧૦,૦૦૦ ની માંગણી કરી હતી.
આ પૈકી લાંચિયા તલાટી કમ મંત્રી નરેન્દ્ર વાઘેલાએ પ્રથમ રૂપિયા પાંચ હજાર આ વ્યક્તિ પાસેથી ઓનલાઈન મેળવ્યા હતા જ્યારે બાકીના બીજા રૂપિયા પાંચ હજાર આજ તારીખ ૧૭ ફેબ્રુઆરીના રોજ નડિયાદના ડભાણ ગામ ખાતે હાઈવે રોડ પર આવેલ તુલસી ફૂડ કોર્ટમાં આપવાનું નક્કી થયું હતું.
જોકે આ વ્યક્તિ લાંચ પેટે બાકીના ૫,૦૦૦ આપવા માગતા ન હોય તેમણે નડિયાદ એસીબી માં ફરિયાદ કરી હતી જેના અનુસંધાનમાં ખેડા જિલ્લા એસીબી પીઆઇ વી આર વસાવા અને ટીમે ડભાણ હાઇવે રોડ પર આવેલ તુલસી ફૂડ કોર્ટ ખાતે આજે છટકું ગોઠવી પલાણા ગામના લાંચિયા તલાટી કમ મંત્રી નરેન્દ્ર વાઘેલાને આ વ્યક્તિ પાસે હેતુથી વાતચીત કરી રૂપિયા પાંચ હજારની લાજ લેતા રંગે હાથ ઝડપી પાડયો હતો. દરમિયાન ખેડા એસીબી પોલીસે પલાણા ગામના લાચીયા તલાટી કમ મંત્રી નરેન્દ્ર વાઘેલા વિરુદ્ધ લાંચ નો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.