શ્રી પેલાડ બુહારી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ની સને ૨૦૨૪-૨૫ ની વાર્ષિક સાધારણ સભા તા ૨૨-૦૯-૨૦૨૫ બા રોજ પેલાડ બુહારી ના સેન્ટર -૧ પર રાખવામાં આવેલ હતી, જેમાં એજન્ડા મુજબ કામ ન થતાં દૂધ ભરતા સભાસદોને વિરોધ નોંધાવ્યો હતો.
સભાસદો એ પ્રમુખ તથા મંત્રી ને પ્રશ્ન પૂછતા તેઓએ કોઈ જવાબ આપતા હિસાબી ભૂલ હોય વહીવટી બાબત માં ગોટાળા હોય એ બાબતે સભાસદોને પ્રશ્ન ના જવાબ આપતા હોબાળો થયો હતો, અને સભાસદોના હોબાળા છતાં પ્રમુખ અને મંત્રી હિસાબ મંજુર એમ કહી સાધારણ સભામાંથી ઉઠી જતાં રહેતાં એ બાબતે ૩૫ જેટલા સભાસદો તથા ડિરેક્ટરોએ જિલ્લા રજિસ્ટર ને લેખિત ફરીયાદ કરી હતી, અને વાર્ષીક હિસાબ મંજુર નહિ કરવા અરજ કરી હતી.
સદર મંડળી માં વહીવટદાર/કસ્ટોડિયન ની નિમણૂક કરવા માંગ કરી હતી.
રિપોર્ટર : વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel