સુરતની આર.કાંતિલાલ આંગડિયાની સર્વેલન્સ સ્કોર્પિયો કાર સુરત તરફ આવતી હતી, ત્યારે બંદૂકની અણીએ ચાલક અને અન્ય સાથીનું અપહરણ કરી 50 હજા ની લૂંટ ચલાવી હતી. ફોર્ચ્યુનર અને સ્વીફ ડિઝાયર કારમાં આવેલ કુલ 8 લૂંટારોએ લૂંટ ચલાવી ફરાર થયા હતા.
આંગડિયા પેઢીની સર્વેલન્સ કારમાં ઇમરજન્સી બટન હોઈ જે બટન દબાવી દેતા આ લૂંટની તાત્કાલિક તાપી પોલીસ ને જાણ થઈ હતી.
તાપી જિલ્લા પોલીસ દ્વારા માહિતી મળતા તાત્કાલિક નાકાબંધી કરી દેતા અપહરણ કરી લૂંટ કરનાર ઇસમોને ઝડપી પાડવામાં તાપી જિલ્લા પોલીસને સફળતા મળી હતી. અપહરણ કરી લૂંટ કરનાર ઈસમો મૂળ રાજસ્થાન અને બનાસકાંઠા ના હોવાનું બહાર આવ્યું છે.
તાપી પોલીસે અપહરણ અને લૂંટ કરનાર આઠેય આરોપીઓને ઝડપી પાડયા હતા. ગુનામાં વપરાયેલ ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ કાર સાથે રોકડ અને ગુનામાં વપરાયેલ રિવોલ્વર જપ્ત કરવામાં આવી હતી.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel