click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન; કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન; કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે
Gujarat

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: PM મોદીએ ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવા કર્યું આહ્વાન; કહ્યું- સરકાર તેમને બચાવવામાં કોઈ કસર નહીં છોડે

PM નરેન્દ્ર મોદીએ હૈદરાબાદથી ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવાની હાકલ કરી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં ઘણા લોકો પ્રાર્થના કરતાં પણ જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પેલટફોર્મ X પર લોકોએ PMની અપીલ બાદ ઈશ્વરને પ્રાર્થના કરી છે કે ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને જલ્દી બહાર કાઢી શકાય.

Last updated: 2023/11/28 at 12:36 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો માટે રેસ્ક્યુ ટીમ દિવસ-રાત કામ કરી રહી છે. શક્ય તેટલા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તેમ છતાં કોઈને કોઈ સમસ્યાથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પડે છે. સરકારથી લઈને દેશભરના લોકો ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકો સુરક્ષિત બહાર નીકળી જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે. PM મોદીએ પણ હૈદરાબાદથી લોકોને પ્રાર્થના કરવા માટે અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે, સરકાર 41 શ્રમિકોને બચાવવા માટે કોઈ કસર નહીં છોડે.

Contents
PM મોદીએ કરેલા આહવાન બાદ ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા કારીગરો માટે દેશવાસીઓએ કરી પ્રાર્થનાઉત્તરકાશીની ટનલમાં મેન્યુઅલ ડ્રિલિંગથી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન

27 નવેમ્બરે, હૈદરાબાદના NTR મેદાનમાં દીપોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં PM મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. PM મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બચાવવા માટે પ્રાર્થના કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “આજે આપણે દેવી-દેવતાઓને પ્રાર્થના કરી રહ્યા છીએ. માનવતાના કલ્યાણની વાત કરી રહ્યા છીએ. તો આપણે આપણી પ્રાર્થનામાં તે શ્રમિક ભાઈઓને પણ સ્થાન આપવાનું છે. જે લગભગ છેલ્લા બે સપ્તાહથી ઉત્તરાખંડની ટનલમાં ફસાયા છે.”

તેમણે વધુમાં કહ્યું કે, “સરકાર અને તમામ એજન્સીઓ મળીને તેમને સંકટમાંથી બહાર કાઢવા માટે કોઈ કચાશ નહીં છોડે. પરંતુ આ રાહત અને બચાવ અભિયાનને આપણે ખૂબ જ સતર્કતાથી પૂર્ણ કરવાનું છે. આ અભિયાનમાં પ્રકૃતિ આપણને સતત પડકારો ફેંકી રહી છે. તેમ છતાં આપણે મક્કમ છીએ.”

PM મોદીએ કરેલા આહવાન બાદ ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા કારીગરો માટે દેશવાસીઓએ કરી પ્રાર્થના

PM નરેન્દ્ર મોદીએ હૈદરાબાદથી ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકો માટે પ્રાર્થના કરવાની હાકલ કરી હતી. જે બાદ સોશિયલ મીડિયામાં ઘણા લોકો પ્રાર્થના કરતાં પણ જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પેલટફોર્મ X પર લોકોએ PMની અપીલ બાદ ઈશ્વરને પ્રાર્થના કરી છે કે ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને જલ્દી બહાર કાઢી શકાય.

उत्तरकाशी की निर्माणाधीन सिलक्यारा टनल में कैद 41 श्रमिक भाई बाहर निकलने की उम्मीद लगाए है। उन्हें बाहर निकालने की पूरी कोशिशें हो रही है। सभी श्रमिक सकुशल टनल से बाहर आकर अपने परिवारजनों से जल्द मिलें, ऐसी ईश्वर से प्रार्थना है। pic.twitter.com/kM62YkgoL6

— Sushil Ojha (@followsushil) November 27, 2023

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે, “ઉત્તરકાશીની નિર્માણાધીન સિલ્કયારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિક ભાઈ બહાર નીકળે તેવી આશા છે. તેમને બહાર કાઢવા માટેના તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તમામ શ્રમિકો સકુશળ ટનલમાંથી બહાર આવીને પરિવારજનોને જલ્દી મળે, એવી ઈશ્વરને પ્રાર્થના.”

Rescue ops in Uttarkashi have entered a critical phase.
Machines are out. Humans are in.
A dozen-plus rat hole miners will attempt what hasn't been done before. Pray, the trapped miners are out soon, and this ordeal ends.https://t.co/CwFjtQzIYw

— Jaideep Hardikar (@journohardy) November 28, 2023

અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું છે કે, “ઉત્તરકાશીમાં રેસ્ક્યુ ઓપરેશન મહત્વપૂર્ણ ચરણમાં પ્રવેશ કરી ચૂક્યું છે. મશીનો નીકળી ગયા છે, માણસો અંદર છે. એક ડઝનથી વધુ રેટ હોલ માઈનર્સ તે પ્રયાસ કરશે જે પહેલાં કરવામાં આવ્યો નથી. પ્રાર્થના કરો, ફસાયેલા શ્રમિકો જલ્દીથી બહાર આવી જાય અને આ કઠિન પરીક્ષા પૂર્ણ થાય.”

ઉત્તરકાશીની ટનલમાં મેન્યુઅલ ડ્રિલિંગથી ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન

ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશનનો મંગળવારે (28 નવેમ્બર) 17મો દિવસ છે. જાણવા મળી રહ્યું છે કે મેન્યુઅલ ડ્રિલિંગ કરીને ઓપરેશન આગળ વધારવામાં આવી રહ્યું છે. જોકે, પ્રકૃતિ આ મિશન માટે ખૂબ સમસ્યા સર્જી રહી છે. IMDએ વરસાદ અને હિમવર્ષાને લઈને એલર્ટ પણ જાહેર કર્યું છે. તેમ છતાં રેસ્ક્યુ ટીમનું કામ અટક્યું નથી. ટનલની અંદર મેન્યુઅલ ડ્રિલિંગથી કામ ચાલી રહ્યું છે. પાઈપ ધકેલવા માટે ઓગર મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

#WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue | Visuals from the Silkyara tunnel where the operation to rescue 41 workers is ongoing.

Manual drilling is going on inside the rescue tunnel and auger machine is being used for pushing the pipe. As per the last update, about 2… pic.twitter.com/26hw32fChI

— ANI (@ANI) November 28, 2023

સાથે એ જાણવા મળી રહ્યું છે કે રાતભર મેન્યુઅલ ડ્રિલિંગનું કાર્ય ચાલ્યું છે. જેનાથી 2 મીટરનું મેન્યુઅલ ડ્રિલિંગ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. હમણાં સુધી 50 મીટરથી વધુ ડ્રિલિંગ કરવામાં આવ્યું છે. જો કોઈ અવરોધ ઊભો ન થાય તો આગામી 24 કલાકમાં બચાવ કામગીરી પૂર્ણ થઈ શકશે અને 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢી શકાશે.

 

 

 

You Might Also Like

સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા

ગુજરાતમાં ગન લાઈસન્સ પર આવ્યા મોટા સમાચાર, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય

ઓપરેશન સિંદૂર બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

યોગીનો સપા પર આકરો પ્રહાર; કહ્યું “સેનાની વર્દી જાતિવાદી ચશ્માથી ન જોવાય”

આજે નડીઆદ દિવસ : ૧૮૬૬માં આજના દિવસે નડીઆદ સુધરાઈની સ્થાપના થઈ હતી

TAGGED: @india, @uttarkhand, Breaking news, currentaffairs, entertainment news, gujaratinews, hindinews, hydrabad, internationalnews, localnewsingujarat, newschannelinindia, oneindianews, oneindianewsahmedabad, oneindianewscom, oneindianewsgujarat, pm modi, Silkyara Tunnel, topnewschannel, topnewschannelinhindi, topnewschannelinindia, Uttarkashi, Uttarkashi Tunnel, uttarkashi tunnel collaps

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team નવેમ્બર 28, 2023
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article વધુ બે દિવસ લંબાવાયો યુદ્ધવિરામ, જાણો હમાસ વિરુદ્ધ શું છે ઈઝરાયેલનો આગળનો પ્લાન
Next Article તાઈવાનનો ફરી ચીનને ઝટકો, ભારતમાં ખર્ચ કરશે 13 હજાર કરોડ રૂપિયા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

સમુદ્રી બિઝનેસમાં ભારતને મહાશક્તિ બનાવનાર એક પોર્ટ કેરળમાં બનીને તૈયાર, ભારત સાથે જોડાયેલો 75%નો બિઝનેસ હવે નહી જાય દુબઈ, સિંગાપોર અને શ્રીલંકા
Gujarat મે 16, 2025
ગુજરાતમાં ગન લાઈસન્સ પર આવ્યા મોટા સમાચાર, ગૃહ વિભાગે લીધો મોટો નિર્ણય
Gujarat મે 16, 2025
ઓપરેશન સિંદૂર બાદ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે, જાણો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
Gujarat મે 16, 2025
યોગીનો સપા પર આકરો પ્રહાર; કહ્યું “સેનાની વર્દી જાતિવાદી ચશ્માથી ન જોવાય”
મે 16, 2025

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?