કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ધીરજ સાહૂ ના ઠેકાણાઓ પર દરોડામાં 351 કરોડથી વધુની રકમ જપ્ત કરાઈ છે. આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. પીએમ મોદીએ ભાજપના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો રિટ્વીટ કર્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે, ‘તમારી પાસે કોંગ્રેસ પાર્ટી છે, તો ભારતમાં મની હાઈસ્ટ સ્ટોરી ની જરૂર જ નથી, તેમની ડકેતીઓ 70 વર્ષોથી પ્રસિદ્ધ છે અને કાઉન્ટિંગ ચાલી રહ્યું છે.’
Congress presents the 𝐌𝐎𝐍𝐄𝐘 𝐇𝐄𝐈𝐒𝐓! pic.twitter.com/vp3BTheosh
— BJP (@BJP4India) December 12, 2023
ભાજપે વીડિયો બનાવી કોંગ્રેસ નિશાન સાધ્યું
ધીરજ સાહૂ વિરુદ્ધ 6 ડિસેમ્બરથી ઈન્કમટેક્સની કાર્યવાહી ચાલી રહી હતી. સાહૂના ઘરેથી મળી આવેલા રૂપિયાના ફોટો અને વીડિયો સામે આવ્યા છે, ત્યારે આ મામલે ભાજપે પણ એક વીડિયો બનાવી કોંગ્રેસ નિશાન સાધ્યું છે. ધીરજ સાહૂના ઠેકાણાઓ પર એક સપ્તાહ સુધી સતત તપાસ અભિયાન ચલાવાયું છે. અઢળક રોકડ રકમ મળી આવતા કોંગ્રેસ પણ બેકફુટ પર આવી ગઈ છે.
ધીરજ સાહૂના ઠેકાણા પર દરોડાની કાર્યવાહી પુરી
ઈન્કમટેક્સ વિભાગે સાંસદ ધીરજ સાહૂના ત્યાં ચાલી રહેલી દરોડાની કાર્યવાહી મંગળવારે 12 ડિસેમ્બરે પુરી કરી છે. 6 દિવસ અગાઉ ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સ્થિત ધીરજ સાહુના 9 સ્થળોએ દરોડા પડાયા હતા અને તપાસ અભિયાન હાથ ધરાયું હતું. દરોડામાં રવિવાર 10 ડિસેમ્બર સુધીમાં કુલ 351 કરોડ રૂપિયા સુધીનું કાઉન્ટિંગ કરવામાં આવ્યા છે, હજુ પણ આ રકમમાં વધારો થવાની સંભાવના છે. દેશમાં પ્રથમવાર એવું બન્યું છે કે, કોઈ એજન્સી દ્વારા પ્રથમવાર આટલા મોટા પ્રમાણમાં રોકડ જપ્ત કરવામાં આવી છે.