શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ છે. દર વર્ષે કરોડોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી તા.૧૩/૦૧/૨૦૨૫ ના રોજ પોષ સુદ-૧૫ એટલે કે માતાજીનો પ્રાગોટયોત્સવ યોજાનાર છ, જેને શાકંભરી પૂનમ તરીકે મનાવવામાં આવે છે.
માતાજીના પ્રગોટયોત્સવ નિમિત્તે દરવર્ષની જેમ આ વર્ષે પણ ચાચર ચોકમાં મહાશકિત યાગનું આયોજન કરવામાં આવેલ છે. આ યાગમાં ભાગ લેવા ઈચ્છુક માઈભકતોને યાદી તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. યાગમાં ૧૦૧ હવન કુંડ/ પાટલા નોધવાના હોઈ વહેલા તે પહેલાના ધોરણે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત ટેમ્પલ ઈન્સ્પેકટર કાર્યાલય (મો.૮૭૯૯૬૦૦૮૯૦) ખાતે પોતાનું નામ નોધાવી રૂા. ૧૧૦૦૦/- રોકડ/ચેક/સ્કેનરથી જમાં કરાવી પહોચ મેળવી લેવા દરેક માઈ ભકતોને શ્રી આરાસુરી અંબાજી ટ્રસ્ટ તરફથી વિનંતી કરાઈ છે.